- નવસારીના બીલીમોરામાં કમોસમી વરસાદ થયો
- ઠંડી વચ્ચે કમોસમી વરસાદથી લોકોના હાલ બેહાલ
- કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. જેમાં નવસારીના બીલીમોરામાં કમોસમી વરસાદ થયો છે. માવઠાને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યુ છે. તેમાં ડેપો સ્ટેશન રોડ, ગોહરબાહ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. મોડી રાત્રે બીલીમોરા શહેરમાં વરસાદ ખાબક્યો છે.
ઠંડી વચ્ચે કમોસમી વરસાદથી લોકોના હાલ બેહાલ
શિયાળાની ઠંડી વચ્ચે કમોસમી વરસાદથી લોકોના હાલ બેહાલ થયા છે. વરસાદને પગલે વાતાવરણની ઠંડીમાં અચાનક વધારો નોંધાયો છે. જે લોકો સ્વેટર પહેરી બહાર નીકળ્યા હતા તેમના બેહાલ થયા છે. બીલીમોરા શહેરમાં આવેલા ડેપો સ્ટેશન રોડ ગોહરબાહ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. ત્યારે વડોદરામાં વહેલી સવારે કમોસમી વરસાદ આવ્યો છે. માવઠાને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યુ છે. માવઠાના પગલે ઉભા પાકને પણ નુકસાનની ભીતિ છે. નોકરીયાત અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે.
કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા
વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયુ છે. વરસાદી માવઠાને પગલે શહેરીજનો વિમાસણમાં મુકાયા છે. ગરમ વસ્ત્રો પહેરવા કે રેઇનકોટ પહેરવો. વરસાદી માવઠાને પગલે ઉભા પાકને પણ નુકસાન પહોંચવાની ભીતિ છે. શિયાળામાં શાકભાજી સસ્તુ થવું જોઈએ તેની જગ્યાએ મોંઘુ થવાના અણસાર છે. ત્યારે દાહોદમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે. દાહોદ શહેર અને ગ્રામ્યમાં કમોસમી વરસાદ આવ્યો છે. વરસાદના પગલે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા છે.


