- CMયોગીએ સરદાર વલ્લભભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ
- કહ્યું આજનું ભારત સરદાર પટેલના સપનાનું ભારત
- સરદારની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી
આજે શુક્રવાર 15મી ડિસેમ્બર. મહાન સ્વાતંત્ર્ય સેનાની, આધુનિક ભારતના શિલ્પી, ‘રાષ્ટ્રીય એકતા’ના શાશ્વત પ્રતિક અને લોખંડી પુરુષ એવા ‘ભારત રત્ન’ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. આ અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં તેમને યાદ કર્યા અને તેમની પ્રતિમા પર ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
સરદાર પટેલના સપનાનું ભારત- યોગી આદિત્યનાથ
આ પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું તે આપણે સૌ જાણીએ છીએ કે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ એક મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ સ્વતંત્રતા સેનાની હોવાની સાથે સાથે તેમનું યોગદાન સ્વતંત્ર ભારતના શિલ્પીના રૂપે પણ હતું. આજે ભારત સરદાર વલ્લભભાઇ પટેલના સપનાઓનું ભારત છે. તેમની પુણ્યતિથિના અવસર અને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
ટ્વિટર પણ પણ પાઠવી શ્રદ્ધાંજલિ
આ ઉપરાંત સીએમ યોગીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મહાન સ્વાતંત્ર્ય સેનાની, આધુનિક ભારતના શિલ્પકાર, ‘રાષ્ટ્રીય એકતા’ના શાશ્વત પ્રતીક, લોખંડી પુરુષ, ‘ભારત રત્ન’ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર નમ્ર શ્રદ્ધાંજલિ! રાષ્ટ્રની સેવા પ્રત્યેની તેમની લોખંડી પ્રતિબદ્ધતા આપણા બધા માટે એક મહાન પ્રેરણા છે.


