- PM મોદીએ યુપી વાસીઓને આપી ભેટ
- 42 હજાર કરોડના વિકાસના કાર્યોનુ લોકાર્પણ-શિલાન્યાસ
- રાજા સુહેલદેવ સ્ટેટ યુનિવર્સિટી તથા મંડુરી એરપોર્ટ સહિત અનેક પ્રોજેક્ટ
પીએમ મોદીએ આઝમગઢથી ઉત્તર પ્રદેશને 42,000 કરોડ રૂપિયાથી વધુની ભેટ આપી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના ઘણા મોટા નેતાઓ અને કાર્યકરોએ ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ આઝમગઢ અને પૂર્વાંચલના લોકોને રાજા સુહેલદેવ સ્ટેટ યુનિવર્સિટી અને મંડુરી એરપોર્ટ સહિત ઘણા પ્રોજેક્ટ્સની પણ ભેટ આપી છે.
નાના શહેરો-ગામોનો વિકાસ – પીએમ મોદી
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે આ ક્ષેત્ર છેલ્લા 10 વર્ષથી વિકાસની રાજનીતિ જોઇ રહ્યું છે. અહીંના લોકોએ માફિયારાજ, કટ્ટરપંથના ખતરાને જોયુ છે. વધુમાં જણાવ્યું કે જે શહેરોને નવા એરપોર્ટ ટર્મિનલ મળ્યા છે તેમને પછાત શહેરો કહેવાતા. પરંતુ હવે અહીં પણ હવાઇયાત્રા શરૂ થઇ. કારણ કે શહેરોનો તેજીથી વિકાસ થઇ રહ્યો છે. જે રીતે અમારી સરકાર જનકલ્યાણની યોજનાઓને મેટ્રો શહેરોથી આગળ વધારીને નાના ગામો સુધી લઇ ગઇ તેમ આધુનિક ઇન્ફ્રા.નુ કામ પણ નાના નાના શહેરો સુધી લઇ જઇ રહ્યા છે. નાના શહેરો એરપોર્ટ અને હાઇવેના એટલા જ હકદાર છે જેટલા હકદાર મેટ્રો શહેરો છે.
યુપી વિકાસ અને કાયદાના શાસનથી ઓળખાય છે- પીએમ મોદી
PM મોદીએ કહ્યું તે તમારો આ પ્રેમ અને આઝમગઢનો આ વિકાસ… જાતિવાદ, ભત્રીજાવાદ અને મતબેંક પર આધાર રાખતા ભારતીય ગઠબંધનની ઊંઘ ઉડાડી રહી છે. પૂર્વાંચલમાં દાયકાઓથી જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ જોવા મળી છે. છેલ્લા 10 વર્ષથી આ વિસ્તાર વિકાસની રાજનીતિનો સાક્ષી પણ બની રહ્યો છે. અહીંના લોકોએ માફિયા શાસન અને કટ્ટરવાદના જોખમો પણ જોયા છે અને હવે અહીંના લોકો કાયદાના શાસનના સાક્ષી પણ છે.
આઝમગઢ વિકાસનો ગઢ બની રહેશે- પીએમ મોદી
પીએમ મોદીએ આઝમગઢ વાસીઓને એક ગેરંટી આપતા જણાવ્યું કે ગઇકાલનો આઝમ ગઢ એ આ જન્મ વિકાસનો ગઢ રહેશે, અનંતકાળ સુધી આઝમગઢ વિકાસનો ગઢ બની રહેશે તેમ જણાવ્યું. સાથે જ જણાવ્યું કે આઝમગઢમાં નવો ઇતિહાસ લખાયો છે.જે પણ આઝમગઢનો રહેવાસી હોય તેમને ખુશીની લાગણી છે. તેમણે કહ્યું કે ભણવા અને મેડિકલ સારવાર માટે બનારસ જવાની જરૂર નહી રહે.
ઉદ્ઘાટન-ખાતમૂહૂર્તના કામો ચૂંટણીના ચશ્માથી ન જોવો- પીએમ મોદી
પીએમ મોદીએ આગળ કહ્યું કે ચૂંટણીની મોસમમાં પહેલા શું થતું હતું. અગાઉની સરકારોમાં બેઠેલા લોકો જનતા આગળ દેખાડો કરતા. લોકોની આંખમાં ધૂળ નાંખવાનું કામ કરતા હતા. ક્યારેક ક્યારેક તો તેમની હિંમત એટલી થઇ જતી કે પાર્લામેન્ટમાં રેલવેની નવી નવી યોજનાઓ જાહેર કરતા હતા. અને પછી કોઇ પૂછવાવાળુ ન હતું. 2024માં કરવામાં આવેલા ખાતમૂહૂર્ત કોઇ ચૂંટણીના ચશ્માથી ન જોવો. આ તો વિકાસની અનંતયાત્રાનુ પરિણામ છે.


