- પીસીબી વડાના ઑડિયો લિક થતા હોબાળો
- બાબર આઝમ પર દબાણ કરતા હોવાનો ઉલ્લેખ
- પાકિસ્તાન ટીમમાં ધરખમ ફેરફાર કરાયો
પાકિસ્તાન મીડિયામાં પીસીબીના વચગાળાના ચીફનો કથિત ઑડિયો લિક કરાયો છે, જેમાં જકા અશરફે બાબર આઝમ પર કેપ્ટન છોડવા દબાણ કર્યાનો દાવો કરાઈ રહ્યો છે. પાકિસ્તાનના ખેલાડી બાબર આઝમે કેપ્ટન પદ છોડયા પછી દુનિયાના ક્રિકેટ પ્રેમીઓ અને એક્સપર્ટસને એવું લાગી રહ્યું હતું કે આઝમ પર કેપ્ટન પદ છોડવા દબાણ કરાયું હતું.
ભારતમાં યોજાયેલા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ-2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમે કંગાળ પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાન ટીમે ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ જેવી ટીમો સામે હારવાની સાથે અફઘાનિસ્તાન ટીમથી પણ હારી ગઈ હતી. જેનાથી પાકિસ્તાન ટીમ કદી હારી નહોતી. પરિણામ એ થયું કે પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલ પહેલા જ બહાર ફેંકાઈ ગઈ હતી. આની અસર વર્લ્ડ કમાં પાકિસ્તાન ટીમનું સુકાન સંભાળનાર કેપ્ટન બાબર આઝમ સામે હોબાળો મચ્યો હતો. ભારતમાં હારી પાકિસ્તાન જતા બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટથી કેપ્ટનશિપ છોડી દીધી છે. બાદ પીસીબીના ડાયરેક્ટરને લઈ કોચ અને સમગ્ર મેનેજમેન્ટને બદલી દેવામાં આવ્યું હતું.
પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન શાન મસૂદને સોંપાઈ, ટી-20 ટીમનું સુકાન શાહીન શાહ અને અફરીદીને સોંપાઈ હતી. જ્યારે વન-ડે ટીમ માટે હજી સુધી કોઈને કેપ્ટન નિયુક્ત નથી કરાયા. કારણ કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના શેડયુલમાં આગામી ઘણા મહિનાઓ સુધી એકપણ વન-ડે મેચ નથી.
પીસીબી ચીફનો ઑડિયો લિક
આ લિક ઑડિયો સાંભળ્યા પછી જાણવા મળે છે તેમ બાબર આઝમને સુકાની પદ છીનવવા માટે પરિસ્થિતિઓને તૈયાર કરાયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ઑડિયોને સાંભળ્યા પછી એવું લાગે છે કે જફા અશરફ બાબર આઝને સુકાન પદેથી રાજીનામું આપવા પહેલા જ પીસીબી માટે બેકઅપ પ્લાન કરી લેવાયો હતો.
આ ઑડિયોમાં જકા અશરફનો અવાજ હોવાનું મનાઈ રહ્યું છે, તેના દ્વારા કહેવાયું કે મેં બાબરને ટેસ્ટ કેપ્ટન રહેવા કહ્યું અને સફેદ બોલના કેપ્ટનને પદથી હટાવવા અંગે વિચારી રહ્યો છું. આના વિશે બાબરે કહ્યું કે તે આના વિશે પોતાના પરિવાર સાથે વાત કરશે અને ફરી પોતાનો નિર્ણય જણાવશે.
બાબર આઝમ પર દબાણ
લિક ઑડિયોમાં પીસીબી ચીફ સાથે વાત કરનાર વ્યકિતએ જણાવ્યું કે, બાબરે પોતાના પરિવાર સાથે વાચ કરવાના બદલે સાયા કોર્પોરેશનના સીઈઓ તલ્હા રહેમાની સાથે વાત કરશે. કથિત રીતે આ લિક ઑડિયોમાં પીસીબી ચીફે પ્લાન બી તૈયાર થવા અને રિઝવાનને પસંદ હોવાની વાતો પણ સંભળાવી હતી. આ સિવાય બાબર આઝમ પર આરોપ લગાવતા એવું સામે આવ્યું છે કે તે ટીમમાં એવા ખેલાડીઓને સ્થાન મળ્યું જે તેના અંગત મિત્રો હતા. ઑડિયોની લિક મળ્યા બાદ પાકિસ્તાન મીડિયા અને પાકિસ્તામાં બાબક આઝમના ફેન્સનું માનવું છે કે પીસીબીના વચગાળાના વડા જકા અશરફે કાવતરું રચી બાબર આઝમ પર કેપ્ટન પદ છોડવાનું દબાણ નાખ્યું.


