- 14000થી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી મેઇન્સ પરીક્ષા
- સંઘની વેબસાઇટ upsc.gov.in પર જઈને ચેક કરી શકો પરિણામ
- 15થી 24 સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ હતી મુખ્ય પરીક્ષા
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) તરફથી સિવિલ સર્વિસ મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. UPSC મેન્સ 2023 પરીક્ષામાં પ્રાથમિક પરીક્ષા પાસ કરનાર 14000થી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. હવે આ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉમેદવારો સંઘની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. 15થી 24 સપ્ટેમ્બર દરમિયાન જુદા જુદા સેન્ટર પર UPSCની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
UPSC સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા પાર કરનાર ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં હાજરી આપતા પહેલા DAF-2 ફોર્મ ભરવાનું રહેશે. UPSC CSE પરીક્ષાનું પરિણામ કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે.
સપ્ટેમ્બરમાં યોજાઇ હતી મુખ્ય પરીક્ષા
UPSC એ સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા 15, 16, 17, 23 અને 24 સપ્ટેમ્બર, 2023 ના રોજ બે સત્રોમાં આયોજિત કરી હતી. પ્રથમ સત્ર સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને બીજું સત્ર બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલ્યું હતું. જણાવી દઈએ કે, UPSC પ્રિલિમિનરી પરીક્ષામાં લગભગ 13 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી 15 હજાર ઉમેદવારોને UPSC મેઇન્સ પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
28 ઉમેદવારોના અટક્યાં પરિણામ
આ વર્ષે UPSC સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષા 15થી 24 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવી હતી. આ પરીક્ષામાં 28 ઉમેદવારોના પરિણામો અટકાવવામાં આવ્યા છે. કોર્ટમાં પેન્ડિંગ કેસોને કારણે તેમના પરિણામો અટકાવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અંતિમ પરિણામ જાહેર થયાની તારીખથી 15 દિવસની અંદર વ્યક્તિત્વ કસોટી (ઇન્ટરવ્યુ) કર્યા પછી તમામ ઉમેદવારોની માર્કશીટ કમિશનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે અને 30 દિવસ સુધી વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
આ રીતે કરો પરિણામ ચેક
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ – upsc.gov.in પર જાઓ
- હોમ પેજ પર રિઝલ્ટ લિન્ક પર ક્લિક કરો PDF તરીકે એક નવું પેજ ખુલશે
- પીડીએફમાં પોતાનો રોલ નંબર ચેક કરો
- પીડીએફ ડાઉનલોડ કરી લો અને ભવિષ્યના સંદર્ભમાં પીડીએફ પ્રિન્ટ કરી રાખો


