અનાજમાં આવેલા બેફામ વધારા સામે તંત્ર એકશનમાં
તુવેરદાળ અને અળદદાળના ભાવમાં બેફામ ભાવ વધારો થયા બાદ પૂરવઠા તંત્ર થોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નિકળ્યું છે. કઠોળના વેપારીઓની સંગ્રહખોરીની આશંકાના પગલે દરોડા પાડવાના બદલે પૂરવઠા તંત્ર દ્વારા રાજકોટમાં તુવેરદાળ અને અડદાળના વેપારીઓએ બે દિવસમાં સ્ટોક આપવા આદેશ કર્યો છે.
રાજકોટ પૂરવઠા તંત્રએ એક યાદી જાહેર કરી જણાવ્યું છે કે, રાજ્ય સરકારની સુચના મુજબ દાળના હોલસેલર, રીટેઈલર, મિલર્સ, બીગ ચેઈન રીટેઈલર સહિતના વેપારીઓએ સરકારના પોર્ટલ ઉપર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું. દર શુક્રવારે વેપારીઓએ તેમની પાસે ઉપલબ્ધ કઠોળ, તુવેરદાળ, અળદદાળના જથ્થાની વિગતો મેટ્રીક ટનમાં જાહેર કરવી.
સરકારની આ કાર્યવાહીના પગલે સુત્રોઓએ એવી આશંકા વ્યકત કરી છે કે, આગામી દિવસોમાં આ બન્ને કઠોળ ઉપર સ્ટોક નિયંત્રણ આવનાર છે. એટલા માટે પૂરવઠા તંત્રએ રાજકોટના તુવેરદાળના
માોટા ગજાના ૩૦ વેપારીઓ અને એસોસીએશન પાસેથી બે દિવસમાં ભાગીદારી પેઢીની નકલ, સહકારી મંડળી હોય તો તેની નોંધણીનું પમાણપત્ર, રજીસ્ટર્ડ કંપની છે. તો મેમોરેન્ડમ ઓફ એસોસીએશન, આર્ટીકલ ઓફ એસોસીએશન, સર્ટિફિકેટ ઓફ ઈન્કોર્પોરેશન સબમીટ કરવા આદેશ આપવામાં આવ્યો છે.આ ઉપરાંત પાનકાર્ડ, GST નોંધણીની નકલ, FSSAI લાયસન્સની નકલ આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે.


