- કાળી પટ્ટી ધારણ કરી પડતર માગણીઓને લઇ આવેદન આપ્યું
- સરકારના પાંચ મંત્રીઓની સમિતિ સાથે બેઠક કરવામાં આવી
- ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા
રાજ્યના બધા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા રાજ્યમાં ફ્ક્સિ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પુરા પગારમાં ભરતી કરવા સહિતના પ્રશ્નોને લઈ રજૂઆતો કરવામાં આવી હતી. જેના અંતે વર્ષ 2022ની16મી સપ્ટેમ્બરના રોજ સરકારના પાંચ મંત્રીઓની સમિતિ સાથે બેઠક કરવામાં આવી હતી.જેમાં કેટલાક પ્રશ્નોના ઉકેલ થયા હતા અને કેટલાક માંગણીઓ પડતર રીતે યથાવત રહેતા પુનઃ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા છે. જેના અનુસંધાનમાં બોરસદ તાલુકાના તલાટી મંત્રીઓ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ બાબતે ગુરુવારે કાળી પટ્ટી ધારણ કરી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બોરસદ તાલુકાના તલાટી મંડળના પ્રમુખ, જયદિપ પરમાર ,ઉપપ્રમુખ ગાયત્રીબેન પટેલ અને મંત્રી ભવદિપ પટેલ સહિત બોરસદ તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ સહિતના મંડળના હોદ્દેદારો તાલુકાના તમામ તલાટી મંત્રીઓએ કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરી હતી.
આ અંગે બોરસદ તાલુકા તલાટી મંડળના પ્રમુખ ધ્વારા જણાવાયું હતું કે, સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના શરૂ કરવી, ફ્ક્સિ પગાર યોજના, કરાર આધારિત મૂળ અસરથી દૂર કરવી, સરકારશ્રી સાથે થયેલા સમાધાન પરત્વે બાકી રહેલા પ્રશ્નોનું નિરાકરણ કરવા.જેમાં 1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ્ અને જૂની પેન્શન યોજના નોલાભ આપવો.કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી ટીએ,ડીએ,એલટીસી, ચાર્જ એલાઉન્સ,વતન પ્રવાસ ભથ્થા આપવા, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું 25 ટકા થાય ત્યારે ઘરભાડા ભથ્થું 9,18 27% તેમજ મોંઘવારી ભથ્થું 50% થાય ત્યારે ઘરભાડુ 10,20,30% ના દરે આપવું. તેમજ અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ બાબતે તમામ તલાટી મંત્રીઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી તેમજ ફ્રજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી હતી.


