- અમેરિકામાં વર્ષના અંતે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- આ વખતની ચૂંટણીમાં બાઈડેન અને ટ્રમ્પ વચ્ચે સીધો મુકાબલો
- ટ્રમ્પને આ વખતે ઘણા પડકારનો સામનો કરવો પડયો
અમેરિકામાં આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. રિપબલ્કિન પાર્ટીના દાવેદાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે બાઈડન સીધા રેસમાં છે. બાઈડેનને ડેમોક્રેટ હરિફ બનવા માટે જરૂરી પ્રતિનિધિના વોટથી પણ વધુ મત મેળવી ચુક્યા છે. આનો અર્થ ચૂંટણી પ્રક્રિયાના આ પડાવ પર કોઈ અન્ય ડેમોક્રેટ ઉમેદવાર બાઈડેનને વ્હાઈટ હાઉસની રેસથી બહાર નથી કરી શકતો.
જોકે ઘણા દાવેદારો યુએસ પ્રમુખ બનવાની રેસમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, પરંતુ 2024ની ચૂંટણીમાં ડેમોક્રેટ કેમ્પમાંથી માત્ર વર્તમાન પ્રમુખ જો બાઈડેન જ ઉમેદવાર હશે. બિડેનને રિપબ્લિકન પાર્ટી તરફથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાના લગભગ 70 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે કે સતત બે ચૂંટણીમાં એક જ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. ગત વખતે રાષ્ટ્રપતિ ચૂંટણી 2020માં પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઈડેન વચ્ચે સીધો મુકાબલો હતો. નોંધનીય છે કે ડેમોક્રેટિક અને રિપબ્લિકન પક્ષો પ્રમુખ પદના દાવેદાર તરીકે આ પ્રાથમિક ચૂંટણીઓ જીતનાર ઉમેદવારને જ મેદાનમાં ઉતારે છે.
આ રાજ્યોમાં બાઈડેનનો સપોર્ટ બેઝ મજબૂત છે, ટ્રમ્પનો દાવો પણ લગભગ નક્કી છે
મંગળવારે બાઈડેને ડેમોક્રેટિક પાર્ટી તરફથી નોમિનેશનની નોંધણી કરવા માટે જરૂરી સંખ્યાઓ હાંસલ કરી હતી. ચૂંટણીના આ તબક્કે, તેમના સમર્થનમાં પૂરતા પ્રતિનિધિઓએ મતદાન કર્યું છે. ડેમોક્રેટ કેમ્પમાંથી નોમિનેશન રેસ જીતવા માટે બાઈડેનને 1968 ડેલિગેટ્સની જરૂર હતી. જ્યોર્જિયા ઉપરાંત મિસિસિપી, વોશિંગ્ટન સ્ટેટ, નોર્ધન મારિયાના ટાપુઓમાં પણ બાઈડેનને સારો ટેકો છે. અમેરિકામાં ચૂંટણીને લઈને મળતી માહિતી અનુસાર મંગળવારે ટ્રમ્પની ઉમેદવારી પણ ફાઈનલ થઈ જશે.
ટ્રમ્પની ઝુંબેશ ‘રોષ અને વેરની ઝુંબેશ’
અહેવાલો અનુસાર ટ્રમ્પને ઘણા મોટા રાજ્યોમાં સારું સમર્થન મળી રહ્યું છે. ભારતીય નિક્કી હેલી રેસમાંથી બહાર થઈ ગઈ છે. અન્ય ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ ટ્રમ્પને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ઉમેદવારી મંજૂર થયા પછી, બાઈડેને કહ્યું કે ટ્રમ્પનું અભિયાન ‘રોષ અને વેરનું અભિયાન’ છે. આના કારણે અમેરિકાનો વિચાર જોખમમાં મુકાય તેવી શક્યતા છે.
ચાર વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીમાં પણ બાઈડેને ટ્રમ્પનો સીધો સામનો કર્યો હતો
નોંધનીય છે કે ચાર વર્ષ પહેલા વર્ષ-2020માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પનો પરાજય થયો હતો અને ત્યાર બાદ સંભવતઃ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત કેપિટોલ હિલ પર ભારે અશાંતિ સર્જાઈ હતી. ચૂંટણીના હારથી નિરાશ ટ્રમ્પના સમર્થકોએ 6 જાન્યુઆરી, 2021ના રોજ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને હિંસાને કારણે તે અમેરિકન લોકશાહીનો કાળો અધ્યાય બની ગયો હતો.


