- ઇઝરાયલને શક્ય તમામ મિલીટરી સહાયતા કરશે અમેરિકા
- 7 ઓક્ટોબરે હમાસ દ્વારા શરૂ કરવામાં આવેલા શ્રેણીબદ્ધ હુમલાઓ
- અમેરિકાએ ઇઝરાયલમાં ઉતાર્યા સૈન્ય જંગી જહાજોની સાથે ફોજ
અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી શુક્રવારે ઇઝરાયલના તેલ અવિવ આવી પહોંચ્યા છે. છતાં ઉચ્ચ કક્ષાના યુએસ અધિકારીઓએ આ ક્ષેત્રમાં તેમના પહોંચવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.
તેલ અવીવ પહોંચ્યા બાદ લોયડ ઓસ્ટીને કહ્યું કે ઈઝરાયેલ માટે અમેરિકાનું સમર્થન મજબૂત છે.
લોયડ ઓસ્ટીને ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું, “તેલ અવિવ આવી પહોંચ્યો છું, આજે પ્રધાનમંત્રી નેતન્યાહૂ મંત્રી યોગ ગેલેન્ટ સાથે મુલાકાત કરીને ઇઝરાયેલની સુરક્ષા માટે અમેરિકાનું અડગ સમર્થન દર્શાવીશ અને તેમની સુરક્ષાની જરૂરિયાતો અંગે તેમની સાથે સામ-સામે વાત કરીશ. અમે ઇઝરાયલના લોકોની સાથે ઊભા છીએ.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના એક નિવેદન અનુસાર ઓસ્ટિનની ઇઝરાયેલની મુલાકાત હમાસના આતંકવાદીઓ દ્વારા તાજેતરના ઘાતક હુમલા બાદ ઇઝરાયેલને સમર્થન આપવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
ઓસ્ટિન ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ, સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ અને ઇઝરાયેલ યુદ્ધ કેબિનેટના સભ્યો સાથે મુલાકાત કરે તેવી અપેક્ષા છે. તેઓ 7 ઓક્ટોબરે હમાસ દ્વારા શરૂ કરવામાં આવેલા શ્રેણીબદ્ધ હુમલાઓના જવાબમાં ઇઝરાયેલના ઓપરેશનલ પ્લાનિંગ અને સુરક્ષા જરૂરિયાતો અંગે ચર્ચા કરશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રેસ રિલીઝમાં પેન્ટાગોનના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ” આ ઈઝરાયેલની સુરક્ષા માટે અમેરિકી પ્રતિબદ્ધતાની ઊંડાઈનો સ્પષ્ટ સંકેત છે. સ્પષ્ટ છે કે આ વહીવટીતંત્ર અને અમારી કેબિનેટની ઈઝરાયેલના લોકોને ટેકો આપવાની પ્રતિબદ્ધતા છે. તેઓ તેમના લોકોની સુરક્ષા પુનઃસ્થાપિત કરવા માટે કામ કરે છે.”
હમાસના હુમલા પછી તરત જ યુએસએ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ સ્ટ્રાઈક ગ્રૂપને તૈનાત કરીને પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં તેની સૈન્ય હાજરી વધારી દીધી. અમેરિકાએ એરફોર્સના A-10Thunderbolt II એટેક એરક્રાફ્ટની હાજરી સાથે પ્રદેશમાં એરફોર્સ ફાઇટરની તૈણતીમાં પણ વધારો કર્યો.
પેન્ટાગોનના એક અધિકારીને ટાંકીને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયેલના સંરક્ષણ માટે તેના સમર્થનમાં સ્પષ્ટ છે અને તે કોઈપણ એન્ટિટીને ચેતવણી મોકલી રહ્યું છે જે હિંસા વધારવા માટે આ સંઘર્ષ અને આ યુદ્ધનો લાભ લેવાનું વિચારશે.” ઇઝરાયલના વિસ્તારમાં પોતાના સુરક્ષા દળોની હાજરી વધારવા ઉપરાંત અમેરિકાએ ઈઝરાયેલને સૈન્ય સહાય મોકલવાનું પણ શરૂ કર્યું છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સેક્રેટરી ઓસ્ટિન અનુસાર આ અઠવાડિયે યુક્રેન ડિફેન્સ કોન્ટેક્ટ ગ્રુપની 16મી બેઠક બોલાવી હતી અને બ્રસેલ્સમાં નાટો સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં ઓસ્ટીને ઇઝરાયેલને મદદ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.