ટેસ્લાના સીઈઓ એલન મસ્કે હંમેશા ટ્રમ્પને ટેકો આપ્યો છે. આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી અમેરિકી ચૂંટણીમાં મસ્ક ખુલીને ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન કરી રહ્યા છે. કેટલાક દિવસો પહેલા એલન મસ્કે ટ્રમ્પની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે મસ્કને ખુશખબરી સંભળાવી હતી.
જો કે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી જશે તો તેઓ મસ્કની આગેવાનીમાં એક સરકારી કાર્યક્ષમતા આયોગ બનાવશે.
ડોનાલ્ડ ટ્રમ્પની સાથે કામ કરતા મસ્ક તૈયાર
એલન મસ્કના વખાણ કરતા ટ્રમ્પે કહ્યું કે, તેઓએ મને સંપૂર્ણ ટેકો આપ્યો છે. તેઓ સારા અને હોશિયાર વ્યકિત છે. તેમને જાણ છે કે શું કરવાનું છે. જો એલન મસ્કની પાસે સમય છે તો તેઓ આ કામને સારી રીતે પૂરું કરી શકશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે એલન મસ્ક કાર્યક્ષમતા આયોગની અધ્યક્ષતા કરવા તૈયાર પણ થઈ ચુક્યા છે. જો કે, ટ્રમ્પે આ વાતની જાણકારી નથી આપી કે આ આયોગ શું કામ કરશે.
કાર્યક્ષમતા આયોગ શું કરશે?
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, કાર્યક્ષમતા આયોગની રચના થયા પછી છ માસની અંદર છેતરપિંડી અને અયોગ્ય ચુકવણીને સમાપ્ત કરવાની યોજના બનાવવામાં આવશે. ફેડરલ સરકાર સમગ્ર આર્થિક અે તેના કામનું પરીક્ષણ કરશે. કેટલાક દિવસે અગાઉ એક પોડકાસ્ટમાં મસ્કે કહ્યું હતું કે તોએ અમેરિકી સરકારની સાથે મળીને કામ કરવા ઈચ્છા ધરાવે છે.


