- ડેમોક્રેટિક પાર્ટી તરફથી મળ્યું નોમિનેશન
- રાષ્ટ્રપતિની ચૂંટણીની ટિકિટ મેળવનારી પ્રથમ મહિલા
- કમલા હેરિસને મળ્યું રાષ્ટ્રપતિ પદ માટે સત્તાવાર નોમિનેશન
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મંગળવારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે સત્તાવાર નોમિનેશન મળ્યું છે. આ સાથે, તે દેશના મોટા રાજકીય પક્ષમાંથી રાષ્ટ્રપતિની ચૂંટણીની ટિકિટ મેળવનારી પ્રથમ ભારતીય-આફ્રિકન મહિલા બની ગઈ છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરશે
કમલા હેરિસ નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરશે. ગયા શુક્રવારે સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટી દ્વારા હેરિસને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
કમલા હેરિસે આપ્યું નિવેદન
ત્યારે કમલા હેરિસે કહ્યું હતું કે, ‘યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે ડેમોક્રેટિક નોમિની બનવા પર મને ગર્વ છે. હું આવતા અઠવાડિયે સત્તાવાર રીતે નોમિનેશન સ્વીકારીશ. આ ઝુંબેશ દેશભક્તિથી પ્રેરિત લોકો સાથે આવવા અને શ્રેષ્ઠ માટે લડવા વિશે છે.
કોણ છે કમલા હેરિસ?
કમલા હેરિસનો જન્મ ઓકલેન્ડ, કેલિફોર્નિયામાં 20 ઓક્ટોબર, 1964ના રોજ શ્યામલા ગોપાલન અને ડોનાલ્ડ હેરિસને ત્યાં થયો હતો. ગોપાલન 19 વર્ષની ઉંમરે ભારતથી અમેરિકા આવ્યો હતો. તે સ્તન કેન્સર વિજ્ઞાની હતી જ્યારે ડોનાલ્ડ હેરિસ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ડોનાલ્ડ મૂળ જમૈકાના હતા.


