- અમેરિકામાં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- જો બાઈડેને ગત રોજ અચાનક રાષ્ટ્રપતિની ચૂંટણી નહિ લડવાનો નિર્ણય લીધો
- સરવેમાં કંગાળ પ્રદર્શન, કથળેલી તંદુરસ્તી જેવા ઘણા મુદ્દે આખરે બાઈડેન રેસમાંથી હટી ગયા
અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ધીમે-ધીમે રસપ્રદ થઈ રહી છે. જો બાઈડેને રવિવારે અચાનક રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસમાંથી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમને જાતે આ વાતની જાહેરાત કરી છે. કે તેઓ હવે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી નહિ લડે. જેથી તેમને ડેમોક્રેટિક પાર્ટીની તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર માટે કમલા હેરિસનું નામનું સમર્થન અને ભલામણ કરી છે.
ડોનાલ્ટ્રડ મ્પે બાઈડેનને ઠપકો આપ્યો
રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા યોજાયેલી ચૂંટણીમાં 78 વર્ષીય ટ્રમ્પે પણ 90 મિનિટની ચર્ચા દરમિયાન દાવો કર્યો હતો કે તેઓ ખરેખર 2020ની ચૂંટણી જીતી ગયા છે. પરંતુ બાઈડેન તેનું ખંડન કરવામાં નિષ્ફળ ગયા હતા. ટ્રમ્પે બાઈડેનને ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, તે ખરેખર જાણતો નથી કે તેણે તે વાક્યના અંતે શું કહ્યું.
બાઈડેનને પદ છોડવા દબાણ
બાઈડેને ચર્ચાના બીજા દિવસે નબળા પ્રદર્શનને સ્વીકારતા કહ્યું કે તે જાણતો હતો કે તે યુવાન નથી. તેણે 2 જુલાઈએ કહ્યું હતું કે તે લગભગ સ્ટેજ પર સૂઈ ગયો હતો. ચર્ચાના થોડા કલાકો પછી, બાઈડેનને પદ છોડવાની માંગ શરૂ થઈ. જેથી નારાજ દાતાઓએ બાઈડેનના સાથીઓને કહ્યું કે તેઓએ ઉમેદવારના પ્રદર્શનમાં ફેરફાર જોવાની જરૂર છે. જે બાદ વરિષ્ઠ ડેમોક્રેટ્સ અને બાઈડેનના સાથીઓએ પણ ટિકિટમાં ફેરફારના સંકેત આપવાનું શરૂ કર્યું હતું.
ટ્રમ્પ પાસેથી હાર સ્વીકારો
બાઈડેન અસંમતિના અવાજોને શાંત કરવામાં નિષ્ફળ ગયા. ચર્ચા પછી તેમની પ્રથમ મોટી પ્રેસ કોન્ફરન્સમાં, 5 જુલાઈના રોજ, બાઈડેને કહ્યું કે ફક્ત ભગવાન જ તેમને રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર કરી શકે છે. કેટલાક ડેમોક્રેટ્સ માટે વધુ ચિંતાજનક બાબત એ હતી કે બાઈડેને કહ્યું કે તે ટ્રમ્પ સામે હાર સ્વીકારી શકે છે પરંતુ રેસમાં જ રહેશે.
પુતિન-ઝેલેન્સ્કીનું નામ ભૂલી ગયા
જુલાઈના બીજા સપ્તાહ દરમિયાન નાટો સમિટમાં, બાઈડેને તેના ઉપરાષ્ટ્રપતિ હેરિસ અને તેના રિપબ્લિકન હરીફ ટ્રમ્પ, અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, જેમના દેશો એકબીજા સાથે યુદ્ધમાં છે. આવી તો ઘણી ચર્ચામાં બાઈડેને બોલવામાં લોચા માર્યા હતા. આની પાછળ કથળેલી તંદુરસ્તી જવાબદાર ગણાય છે.
સરવેમાં કંગાળ પ્રદર્શન
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈ સરવેમાં જાણવા મળ્યું કે બાઈડેન ઘણા પ્રમુખ રાજ્યો અને જિલ્લામાં ડેમોક્રેટ્સથી પાછળ ચાલ્યા છે જો કે દેશમાં સરવે સતત કઠોર હરિફાઈ માટે ઈશારો કરી રહ્યા હતા. બાઈડેન છતાં વિશ્વાસ કરી રહ્યા હતા કે તેઓ ટ્રમ્પનો સામનો કરવા સારા ઉમેદવાર હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલાનો પ્રયાસ
અમેરિકામાં આવેલા પેન્સિલવેનિયામાં તાજેતરમાં એક જંગી ચૂંટણી રેલીને સંબોધન દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું. જો કે આ ગોળીબારમાં ટ્રમ્પના કાનની ઉપરના ભાગે ગોળી વીંધતી નીકળી ગઈ અને ટ્રમ્પનો આબાદ બચાવ થયો હતો. જે બાદ પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાની હાથની મૂઠ્ઠી બાંધી વિશ્વાસ વ્યકત કરતા ફોટા મોટાપાયે પ્રચાર થયો. આના લીધે દેશમાં ટ્રમ્પનો પક્ષ વધુ મજબૂત થતો નજરે પડયો હતો.
બાઈડેન કોરોના પોઝિટિવ
તાજેતરમાં અમેરિકામાં આવેલા નેવાડામાં ચૂંટણી પ્રચારમાં બાઈડેન કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેથી તેઓ ડેલાવેરમાં આવેલા પોતાના ઘરે સારવાર અને આરામ કરવા તબીબોએ જણાવ્યું હતું. તેઓની પાસે એ નિર્ણય લેવાનો સમય હતો કે કઈ રીતે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી નીકળી જાય. જે બાદ છેલ્લે તેમને કમલા હેરિસને ટેકો આપતા પોતાના ઉમેદવારી પાછી ખએંચી લીધી હતી.


