- અમેરિકાના નાઈટ ક્લબમાં રાત્રે ગોળીબાર થયો
- ગોળીબારમાં 4ના મોત તથા 9 લોકો ઘાયલ થયા
- ગોળીબારનું કારણ હજું અકબંધ
અમેરિકાના બર્મિંગહામના એક નાઈટ ક્લબમાં શનિવારે રાત્રે ગોળીબાર થયો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા અને 9 લોકો ઘાયલ થયા હતા. હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી છે.
ફાયરિંગમાં 4 લોકોના મોત થયા
બર્મિંગહામ શહેરમાં એક નાઈટક્લબમાં ગોળીબાર થયો હોવાના અહેવાલો અધિકારીઓને મળ્યા હતા. આ ઘટના રાત્રે 11 વાગ્યા પછી બની હતી. ઘટનાસ્થળે પહોંચ્યા પછી પોલીસને ક્લબની અંદર અને બહાર ઘણા ઘાયલો મળ્યા હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ત્રણ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા, જેમાં ફૂટપાથ પર એક પુરુષ અને નાઈટક્લબની અંદર બે મહિલાઓનો સમાવેશ થાય છે. ચોથા પીડિતને બર્મિંગહામની UAB હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સારવાર હેઠળ છે 9 ઘાયલ
આ ગોળીબાર દરમિયાન ઓછામાં ઓછા 9 અન્ય ઘાયલોની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડિટેક્ટિવ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ગોળીબાર શા માટે થયો અને શા માટે ગોળી મારવામાં આવી. અમારું માનવું છે કે ઓછામાં ઓછા એક વ્યક્તિએ નાઈટક્લબમાં ગોળીબાર કર્યો હતો.


