- નોર્થ કેરોલિનામાં લૂંટફાટ દરમિયાન મૈનાંક પટેલ નામના યુવકની હત્યા
- પોલીસે હત્યા કેસમાં એક સગીરની અટકાયકત કરી
- મૃતક મૈનાંક પટેલને પત્ની અને દીકરી હોવાનું સામે આવ્યું
જગત જમાદાર બની બેઠેલા એવા અમેરિકામાં ફરી એકવાર ભારતીયની હત્યાની ઘટના સામે આવી છે. અમેરિકામાં આવેલા નોર્થ કેરોલિનામાં એક સ્ટોરમાં લૂંટફાટ દરમિયાન એક સગીરે ભારતીય મૂળના યુવકને ગોળી મારી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. નોર્થ કેરોલિનામાં આવેલા ટોબેકો હાઉસ સ્ટોરમાં એરપોર્ટ રોડ પર મૃતક ભારતીય મૂળના યુવકની મૈનાંક પટેલ તરીકે ઓળખ કરવામાં આવી છે.
સગીરની પોલીસે અટકાયત કરી
સ્ટોરમાં યુવકની હત્યા કરવાના મામલે પોલીસે સગીરને અટકાયતમાં લીધો છે. કાઉન્ટી શેરીફ કચેરી તરફથી કહેવાયું છે કે, સ્ટોરમાં ગોળીબાર થયો હોવાની સૂચના મળી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે મૈનાંક પટેલ ત્યાં ઈજાગ્રસ્ત સ્થિતિમાં હતો. પોલીસે ઈજાગ્રસ્તને પાસે આવેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જો કે, સ્થિતિ વધુ નાજુક થયા બાદ ત્યાંથી બીજે રિફર કરવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન મૈનાંક પટેલનું મોત થયું હતું.


