- અમેરિકામાં ફાયરિંગમાં બેનાં મોત, બે ઈજાગ્રસ્ત
- ગત રોજ ગોળીબારમાં એક ભારતીય મૂળના યુવકનું મોત થયું હતું
- પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા આરોપી પલાયન થવામાં સફળ
જગત જમાદાર એવા અમેરિકામાં બંદૂકના વધતા ચલણને લીધે ગમે તે સમયે ગોળીબાર, હત્યાઓની ઘટનાઓ સામે આવતી હોય છે. અમેરિકાના ઓકલેન્ડ શહેરમાં શનિવારે ગોળીઓના અવાજથી શહેરમાં ચકચાર મચી ગઈ હતી. અચાનક થયેલી ગોળીબારથી બે લોકોનાં મોત થયા અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક રીતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગોળીબારને લીધે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. ફાયરિંગની સૂચના મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ હુમલાખો પલાયન થયો હતો.
ઉગ્ર ચર્ચા બાદ ગોળીબાર થયો
પોલીસના જણાવ્યા પ્રમાણે સાક્ષીઓએ જાણકારી આપી હતી કે, ચર્ચા દરમિયાન એક વ્યકિતિએ પોતાની બંદૂકથી ગોળી મારી હતી. ત્યારબાદ તેને ગુસ્સામાં ગોળીબાર શરૂ કર્યો હતો. ગોળી ઘણા લોકોને લાગી હતી. આ ઘટનામાં બે લોકોની ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બીજા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોર એક વાહનમાં બેસી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઓકલેન્ડની વસ્તી ધરાવતું શહેર છે, જે ગુના અને જન સુરક્ષાની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે.


