અમેરિકાએ 17 જાન્યુઆરીથી તેના H-1B વિઝા કાર્યક્રમમાં મોટા ફેરફારો કર્યા છે. ફક્ત H-1B વિઝા જ વિશ્વભરના કુશળ વ્યાવસાયિકોને અમેરિકામાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. આ H-1B વિઝાથી ભારતીય વ્યાવસાયિકોને ઘણા ફાયદા મળે છે અને તેના કારણે લાખો ભારતીયો અમેરિકામાં કામ કરી રહ્યા છે. આ ફેરફારો ચોક્કસપણે ભારતીય વ્યાવસાયિકો પર પણ અસર કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે, તેથી વિદાય લેતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા યુએસ ઈમિગ્રેશન નીતિમાં આ છેલ્લો સુધારો છે.
ભારતીયોને નવા ફેરફારોનો થશે ફાયદો
H-1B વિઝા યુનાઈટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા સંચાલિત થાય છે. વર્ષ 2023 માં, યુએસ દ્વારા જાહેર કરાયેલા તમામ H-1B વિઝાનો લાભ મેળવનારા વ્યાવસાયિકોમાં 70 ટકા ભારતીય હતા. એવું માનવામાં આવે છે કે ભારતીયોને નવા ફેરફારોનો ફાયદો થઈ શકે છે.
નવા નિયમો હેઠળ કડક કાર્યવાહી
નવા નિયમો હેઠળ H1-B વિઝાના દુરુપયોગને રોકવા માટે નિયમિત રીતે સ્થળ પર દેખરેખ રાખવામાં આવશે. જો ચકાસણી દરમિયાન માહિતી ખોટી જણાશે, તો વિઝા અરજી રદ કરવામાં આવશે.
આ નિયમોમાં થયા મુખ્ય ફેરફારો
ડિગ્રી સંબંધિત વિશેષ જાણકારી
નવા નિયમોએ વ્યવસાય સંબંધિત વિશેષતાને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વિઝા ધારક પાસે સામાન્ય રીતે નોકરીને લગતી ડિગ્રી હોવી જોઈએ, પરંતુ આ હંમેશા કેસ નથી હોતો. લાયકાત માટેની ડિગ્રી આવશ્યકતાઓને વિસ્તૃત કરવામાં આવી છે અને વૈકલ્પિક ડિગ્રીઓ જે સીધી રીતે નોકરી સંબંધિત છે તેને પણ મંજૂરી આપવામાં આવી છે.
લોટરી પ્રક્રિયામાં નિષ્પક્ષતા
જૂથોમાં વિઝા માટે અરજી કરતી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી વિઝા આપવામાં વધુ સમાનતા રહે.
F-1 વિઝા ધારકો માટે સરળીકરણ
F-1 વિઝા પર યુએસમાં શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે H-1B વિઝા પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.
ઝડપી પ્રક્રિયા
નોકરીદાતાઓ અને વ્યાવસાયિકોને વિઝા આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. હવે કંપનીઓ તેમની જરૂરિયાત મુજબ વધુ વિશિષ્ટ વ્યાવસાયિકોને રાખી શકશે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


