ભારતીયો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પોતાની છાપ છોડી રહ્યા છે. હવે ભારતીય અમેરિકનોએ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકનોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્યો તરીકે એકસાથે શપથ લીધા છે. જેમાં ડૉ. અમી બેરી, સુહાસ સુબ્રમણ્યમ, શ્રી થાનેદાર, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલનો સમાવેશ થાય છે.
અમેરિકી સંસદમાં ભારતીય મૂળના સભ્યોની સંખ્યામાં વધારો
ડૉ. અમી બેરા: કોંગ્રેસના સભ્ય ડૉ. અમી બેરા શપથ લેનારાઓમાં સૌથી વરિષ્ઠ છે. તેમણે કેલિફોર્નિયાના 7મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ તરીકે સતત સાતમી મુદત માટે શપથ લીધા હતા. બેરાએ ગૃહના ફ્લોર પરથી તમામ છ ભારતીય અમેરિકન કોંગ્રેસમેનનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.
સુભાષ સુબ્રમણ્યન: વર્જિનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા સુભાષ સુબ્રમણ્યન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય બનવા માટે સૌથી નવા ભારતીય અમેરિકન છે. તેણે આ પ્રસંગે પોતાના પરિવાર અને હાઉસ સ્પીકર માઈક જોન્સન સાથેનો પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો.
સુભાષ સુબ્રમણ્યમે પહેલીવાર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય તરીકે શપથ લીધા હતા. પોતાના પરિવાર અને હાઉસ સ્પીકર માઈક જોન્સન સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરતા સુબ્રમણ્યમે લખ્યું કે આજે મારા કામનો પહેલો દિવસ છે.અમેરિકી સંસદમાં શપથ લેતા મને ગર્વની લાગણી અનુભવાય છે.
રાજા કૃષ્ણમૂર્તિ: મિશિગનના 13મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના કોંગ્રેસમેન થાનેદાર, કેલિફોર્નિયાના 17મા કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા રો ખન્ના અને ઇલિનોઇસના 8મા કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા રાજા કૃષ્ણમૂર્તિએ પણ શપથ લીધા.
પ્રમિલા જયપાલ: વોશિંગ્ટન સ્ટેટના સેવન્થ કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતી પ્રમિલા જયપાલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાયેલી પ્રથમ ભારતીય અમેરિકન મહિલા છે. ખન્ના, કૃષ્ણમૂર્તિ અને જયપાલે સતત પાંચમી વખત શપથ લીધા, જે તેમના મજબૂત રાજકીય કદને દર્શાવે છે.
બોબી જિંદાલ: બોબી જિંદાલે 2005 થી 2008 દરમિયાન લ્યુઇસિયાનાના 1લા કોંગ્રેસનલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બાદમાં તેઓ લ્યુઇસિયાનાના બે ટર્મના ગવર્નર બન્યા, જેના કારણે તેઓ યુએસ રાજ્યના ગવર્નર તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય અમેરિકન બન્યા. જિંદાલ રિપબ્લિકન ટિકિટ પર ગૃહમાં ચૂંટાયેલા એકમાત્ર ભારતીય અમેરિકન છે.
દલિપ સિંહ સૌંદ: 1957માં પ્રતિનિધિ સભામાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય અમેરિકન અને શીખ હતા. તેઓ ડેમોક્રેટિક પાર્ટીના હતા અને સતત ત્રણ ટર્મ માટે ચૂંટાયા હતા અને બીજા ભારતીય અમેરિકનને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પ્રવેશતા લગભગ પાંચ દાયકા લાગ્યા હતા.
આ સાંસદોએ સતત 7 અને 5 વાર શપથ લીધા
બેરાએ સતત સાતમી વખત કેલિફોર્નિયાના પ્રતિનિધિ તરીકે શપથ લીધા છે. તો ખન્ના, કૃષ્ણમૂર્તિ અને જયપાલે સતત પાંચમી વખત અમેરિકી સંસદમાં શપથ લીધા છે. જે તેમના મજબૂત રાજકીય કદને દર્શાવે છે.


