ભારતનાં પીએમ મોદીની ત્રણ દિવસની અમેરિકા મુલાકાત પહેલા વ્હાઈટ હાઉસના અધિકારીઓએ શીખ એક્ટિવિસ્ટ સાથે મિટિંગ યોજી હતી જેમાં શીખ ગ્રૂપને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે અમેરિકાની સરકાર તેની ધરતી પર કોઈપણ આંતરરાષ્ટ્રીય આક્રમણ અને હુમલા સામે અમેરિકન નાગરિકોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે.
પીએમ મોદી અમેરિકાના ડેલાવેરમાં યોજાનાર ક્વાડ શિખરમાં ભાગ લેવાના છે અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠકને સંબોધવાના છે. વ્હાઈટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં અમેરિકન શીખ કૉકસ સમિતિના પ્રિતપાલ સિંહ તેમજ શીખ ગઠબંધન અને શીખ અમેરિકા કાનૂની રક્ષા અને શિક્ષા કોષના સભ્યોએ ભાગ લીધો હતો. પ્રિતપાલસિંહે કહ્યું હતું કે શીખ અમેરિકનોનો જીવ બચાવવા અને અમારા સમુદાયની સુરક્ષા માટે સતર્કતા દાખવવા માટે અમે અમેરિકાની સરકારનો આભાર માનીએ છીએ. આ બેઠકમાં પન્નૂની હત્યાના ષડયંત્રનો મામલો પણ ચર્યાયો હોવાનું મનાય છે.
આ માટે વધુમાં વધુ પ્રયાસ કરવા તેમના આશ્વાસનને સ્વીકારીએ છીએ, સ્વતંત્રતા અને ન્યાય હંમેશા ટકી રહેવા જોઈએ. બેઠકમાં વધુ શું ચર્ચા થઈ તે અંગે કોઈ માહિતી અપાઈ ન હતી.


