- ફાયરિંગ બાદ મેટ્રો સ્ટેશન પર સુરક્ષાની માંગ
- 2022માં પણ ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની હતી
- ઈજાગ્રસ્તોમાંથી કોઈની સ્થિતિની જાણકારી મળી રહી નથી
અમેરિકાના ન્યૂયોર્કમાં બ્રોંક્સના એક સબવે સ્ટેશન પર અનેક લોકોને ગોળી મારવાની ઘટના સામે આવી છે. સીટી પોલીસે આપેલી માહિતિ અનુસાર ગોળી વાગવાના કારણે છ લોકો ઘાયલ થયા છે. આ સાથે જ એક વ્યકિતનું મોત પણ નીપજ્યું છે. અન્ય 5 લોકોને ગંભીર ઈજા થઈ છે. મળી રહેલી માહિતિ અનુસાર કેટલા લોકોને ગોળી મારવામાં આવી છે તેને લઈને કોઈ જાણકારી મળી નથી અને સાથે કોઈ પીડિત વ્યક્તિની પણ જાણકારી સામે આવી નથી. એ પણ ખ્યાલ આવી રહ્યો નથી કે આરોપીને પોલીસ પકડી શકી છે કે નહીં.
2022માં પણ ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની હતી
સામે આવેલા આંકડા અનુસાર જાણવા મળી રહ્યું છે કે ન્યૂયોર્કના મેટ્રો સિસ્ટમ પર અપરાધ કોઈ સામાન્ય વાત નથી. નોર્મલ દિવસમાં પણ મેટ્રોથી લગભગ 3.8 મિલિયન લોકો મુસાફરી કરે છે. 2023માં 570 ગુંડાગર્દી અને હુમલાની સુચનાઓ આવી હતી. 2022માં બ્રુકલિનથી પસાર થતી ટ્રેનમાં એક વ્યક્તિએ 10 લોકોને હેન્ડગનથી ઈજા પહોંચાડી હતી. આ 1984ના બાદ મેટ્રો સિલ્ટમ પર સામુહિક ફાયરિંગનો કિસ્સો હતો.
ફાયરિંગ બાદ મેટ્રો સ્ટેશન પર સુરક્ષાની માંગ
થોડા અઠવાડિયા બાદ મે 2022માં ક્યૂ ટ્રેનમાં એક વ્યક્તિએ 48 વર્ષના ડેનિયલ એનરિકેજની ગોળી મારીને હત્યા કરી હતી. તેને પોલિસનો અકારણ હુમલો માનવામાં આવ્યો હતો. વર્ષ 2020માં કોરોના મહામારીના સમયે મેટ્રોમાં અપરાધની ઘટના બની હતી. 2021માં સ્થિતિ સામાન્ય થઈ છે. ડેમોક્રેટ અને પૂર્વ શહેર પોલિસ કેપ્ટન મેયર એરિક એડમ્સે મેટ્રો સ્ટેશનમાં પોલિસ અધિકારીની સંખ્યા વધારીને યાત્રીઓની સુરક્ષાની માંગ કરી છે.


