- અમેરિકામાં મોત નજીક પહોંચેલી મહિલા માટે તબીબો બન્યા દેવદૂત
- મહિલાનું હૃદય અને કિડની ફેલ હોવાથી તબીબોએ અનોખો માર્ગ અપનાવ્યો
- અમેરિકાના મેસાચુસેટ્સની જનરલ હોસ્પિટલમાં કિડની ટ્રાંસપ્લાન્ટ થઈ
મૃત્યુના ઉંબરે ઉભેલી સ્ત્રી માટે, ડૉક્ટર ત્યારે ભગવાન બની ગયા જ્યારે તેણે બધી આશા ગુમાવી દીધી હતી અને તેના છેલ્લા શ્વાસો ગણી રહી હતી. તમને જણાવી દઈએ કે આ મહિલા કિડનીની બીમારીથી પીડિત હતી. મહિલાની બંને કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેના માટે બીજી કોઈ કિડની ઉપલબ્ધ ન હતી. આવી સ્થિતિમાં, મહિલા દર્દી તેના શ્વાસ ગુમાવવાની તૈયારીમાં હતી, પરંતુ અમેરિકન ડોકટરોએ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને અજાયબી કરી છે.
અમેરિકામાં તબીબોએ ન્યૂજર્સીની મરણાસન્ન મહિલાના શરીરમાં ભૂંડની કિડની ટ્રાસપ્લાન્ટ કરી અને તેના ધબકારા ફરી ચલાવીને જીવ બચાવી લીધો હતો. આ કેસ મેડિકલ જગતમાં મોટા ચમત્કારથી ઓછો નથી. લિસા પિસાનો નામની મહિલાનું હૃદય અને કિડની કામ કરવાના બંધ કરી દીધા હચતા અને તે એટલી નબળી થઈ ગઈ હતી કે પરંપરાગત ઓર્ગન ટ્રાંસપ્લાન્ટ શક્ય નહોતું. જેથી તબીબ સંસ્થાના તબીબોએ એક અનોખો રસ્તો કર્યો. જેમાં મહિલના હાર્ટને યથાવત્ રાખવા એક મશીન પંપ મુક્યું અને થોડા દિવસ બાદ ભૂંડની એક કિડની ટ્રાંસપ્લાન્ટ કરી.
અમેરિકાના મેસાચુસેટ્સની જનરલ હોસ્પિટલમાં કિડની ટ્રાંસપ્લાન્ટ થઈ
મહિલામાં આ કિડની ટ્રાન્સપ્લાન્ટ સરળ નહોતું. પરંતુ ગયા મહિને તેણે મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી. NYU ટીમે બુધવારે જાહેરાત કરી હતી કે પિસાનોની તબિયત સુધરી રહી છે. ડુક્કરની કિડની તેના શરીરમાં પ્રત્યારોપણ કરનાર તે બીજી મહિલા છે. “મારી બધી આશાઓ અદૃશ્ય થઈ ગઈ,” પિસાનોએ કહ્યું. મેં તેનો પ્રયાસ કર્યો


