અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન આવતા અઠવાડિયે 5-6 જાન્યુઆરી 2024ના રોજ ભારતની મુલાકાતે આવવાના છે. વ્હાઇટ હાઉસે અમેરિકન NSAની ભારત મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત કરી છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ભારતના NSA અજીત ડોભાલ અને વિદેશ મંત્રીને મળશે. સુલિવાન તેમની ભારત મુલાકાત દરમિયાન ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
યુએસ NSA તરીકે આ તેમની છેલ્લી ભારત મુલાકાત હશે, કારણ કે ટ્રમ્પ વહીવટીતંત્રમાં એક નવા NSAની જાહેરાત કરવામાં આવી છે. સુલિવાન તેમની ભારત મુલાકાત દરમિયાન ઘણા ભારતીય અધિકારીઓને મળવાના છે. તેઓ દિલ્હી IITના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. સુલિવાન બાઇડેન પ્રશાસનના સૌથી પ્રભાવશાળી અધિકારીઓમાંના એક રહ્યા છે અને વિશ્વભરના સંઘર્ષોના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જેક સૂલીવાન દિલ્લીમાં જયશંકર અને અન્ય ભારતીય નેતાઓને મળશે. અમેરિકન NSAની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.
કયા મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા?
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની આ મુલાકાતનો હેતુ ભારત અને અમેરિકા વચ્ચે એડવાન્સ્ડ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (iCET) પર ચર્ચા કરવાનો છે. આ પહેલ ભારત-યુએસ વ્યૂહાત્મક સંબંધોને વિસ્તૃત કરવા માટે બાઇડેન વહીવટીતંત્રના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, એઆઈ અને સેમિકન્ડક્ટર્સ જેવી અદ્યતન તકનીકોમાં સહકાર. બંને દેશો અંતરિક્ષ ટેકનોલોજી અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પરસ્પર ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. આ પહેલ હેઠળ બંને દેશોએ આ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સાથે મળીને કામ કરવાની પહેલ કરી છે.
મુલાકાત કેમ છે ખાસ?
યુએસ NSA તરીકે આ તેમની છેલ્લી ભારત મુલાકાત હશે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા તેમની આ મુલાકાત ખૂબ ખાસ રહેશે. તેઓ ભરત્ન nsa અજીત ડોવાલ અને વિદેશમંત્રી એસ.જયશંકર બંનેને મળવાના છે. જેથી કહી શકાય કે આ મુલાકાત ખૂબ ખાસ છે. આ ઉપરાંત યુએસ એનએસએ વધુમાં નાગરિક પરમાણુ ભાગીદારીને આગળ વધારવી તેમજ તેઓ નાના મોડ્યુલર રિએક્ટર ટેક્નોલોજી અને નાગરિક પરમાણુ સહકારના અન્ય સ્વરૂપોની આસપાસ સહકારને કેવી રીતે આગળ વધારી શકાય તે મુદ્દે પણ ચર્ચા થશે.
IIT દિલ્લીના કાર્યક્રમને સંબોધશે
ચીનની અડગતા, ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના અને આતંકવાદનો સામનો કરવા જેવા પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો પર વાતચીત થઈ શકે છે. જેક સુલિવાનની મુલાકાત પર ટિપ્પણી કરતા, બાઇડેન વહીવટીતંત્રે કહ્યું કે ભારત-અમેરિકાના સંબંધો બાઇડેન વહીવટીતંત્ર માટે મહત્વપૂર્ણ રહ્યા છે. બંને દેશો વચ્ચે સતત સારા દ્વિપક્ષીય સંબંધો રહ્યા છે. જેક સુલિવાન ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (દિલ્હી આઈઆઈટી) ની પણ મુલાકાત લેશે, જ્યાં તે યુવા ભારતીય સાહસિકોને મળશે અને સંબોધશે કે કેવી રીતે ભારત માત્ર ઈન્ડો પેસિફિકમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે યુએસ માટે પ્રાથમિકતાઓમાં કેન્દ્રિય સ્થાને છે.


