એપ્રિલ 2025માં ભારતથી અમેરિકા મોકલવામાં આવેલા iPhoneની સંખ્યામાં દર વર્ષે 76%નો વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ભારતે અમેરિકાને લગભગ 30 લાખ iPhone એક્સપોર્ટ કર્યા છે. તો આ તરફ, ચીને માત્ર 9 લાખ iPhone અમેરિકામાં મોકલ્યા છે. ચીનની શિપમેન્ટ દરમિયાન આ અવધિમાં 76%નો ઘટાડો નોંધાયો છે. અગાઉ iPhone મામલે ડૉનાલ્ડ ટ્રમ્પે ટિમ કુકને ધમકી આપી હતી કે, જો અમેરિકા સિવાય અન્ય દેશોમાં iPhoneનું ઉત્પાદન થશે તો 25 ટકા ટૈરિફ લગાવવામાં આવશે.
ટૈરિફ વોર દરમિયાન ભારતની સિદ્ધી
જ્યાં એક તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની ટૈરિફ પૉલિસીએ વૈશ્વિક બજારોમાં ઉથલ-પાથલ સર્જી છે. તો ત્યાં જ બીજી તરફ, ભારતે એક મોટી સિદ્ધી હાંસલ કરી છે. ભારતે અમેરિકાને iPhone એક્સપોર્ટ કરવાના મામલામાં ચીનને પરાસ્ત કર્યુ છે. આ બદલાવ અમેરિકા અને ચીનમાં લાગુ કરવામાં આવેલા ટૈરિફ વોર દરમિયાન જ જોવા મળ્યા છે. માર્કેટ રિસર્ચ ફર્મ કૈનાલિસ મુજબ, એપ્રિલ 2025માં ભારતથી અમેરિકા મોકલવામાં આવેલા iPhone ની સંખ્યામાં દર વર્ષે વધારો નોંધાયો છે. આ વધારો 76% જેટલો જોવા મળ્યો છે. ભારતે આશરે 30 લાખ જેટલા iPhone મોકલ્યા છે. તો ચીને ફક્ત 9 લાખ iPhone એક્સપોર્ટ કર્યા છે.
‘મેક ઇન ઇન્ડિયા’નું મોટું યોગદાન
આ નોંધપાત્ર વધારા માટે Appleની ‘મેડ ઇન ઇન્ડિયા’ રણનીતિનો સૌથી મોટો હાથ છે. જેને કંપનીના વર્તમાન સમયમાં સૌથી મોટો ફાયદો થયો છે. Apple હવે પોતાના મોટાભાગના મોડલ્સની બનાવટ Foxconn, Pegatron અને Wistron જેવી કંપનીઓ પાસેથી કરાવી રહ્યુ છે. ટૈરિફ વોરના કારણે Appleએ ચીનમાંથી ઉત્પાદન હટાવીને અન્ય દેશમાં કરવાનો વારો આવ્યો છે. અને ભારત આ ઉત્પાદન માટે સૌથી મહત્ત્વનું અને વિશ્વાસુ સ્થાન બન્યુ છે. ચીનથી અમેરિકા મોકલવામાં આવતા iPhone પર 30 ટકા ટૈરિફ લાગે છે. અને ભારતથી આવનાર iPhone પર 10 ટકા ટૈરિફ લગાવવામાં આવે છે. તેથી આ જ કારણ છે કે Apple પોતાના મુખ્ય મોડલ્સનું ઉત્પાદન ભારતમાં કરવા ઇચ્છે છે.