અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ છે કે, અમે ભારતને બે કરોડ ડોલર કેમ આપીએ?, ભારત પાસે અઢળક ધન છે. તે સૌથી વધુ ટેક્સ વસુલ કરનાર દેશમાંનો એક દેશ છે. તેમના ટૈરિફ પણ વધુ છે. હું ભારત અને તેમના પ્રધાનમંત્રીનુ સન્માન કરુ છું. પરંતુ ભારતને બે કરોડ ડોલર આપવા એ ફરી વિચાર કરવા જેવી વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પે DOGE વિભાગના નિર્ણયનો બચાવ કરતા આ વાત કરી હતી.
ભારત પાસે છે વધુ પૈસાઃ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે ભારતના મતદાતાઓને પ્રભાવિત કરવા વાતચીત કરી છે. તેઓએ બે કરોડ ડોલરની અમેરિકી ફંડીગ રોકવા માટે DOGE વિભાગનો બચાવ કર્યો છે. ટ્રમ્પે ભારત જેવા સમૃદ્ધ દેશને આર્થિક મદદ કરવા બાબતે સવાલ ઉઠાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે, એલોન મસ્કનીઆગેવાનીમાં DOGEએ વિભન્ન દેશોને ફંડીંગ રોકવા બાબતે જાહેરાત કરી હતી. જેમાં ભારતમાં મતદાન વિશે જાગૃત્તિ લાવવા માટે આપવામાં આવતા બે કરોડ ડોલરની ધન રાશિનો પણ સમાવેશ કરવામાં આવે છે.
DOGE શું છે ?
હવે એક નજર કરીએ કે આ DOGE છે શું ?, ટ્રંપ સરકારમાં આ નવા મંત્રાલયનું નામ ક્યાંથી આવ્યુ છે. ડોજેકોઇન એક પ્રખ્યાત ક્રિપ્ટોકરેંસી છે. જે વર્ષ 2013માં બનાવવામાં આવી હતી. ડોજેકોઇનને બિલી માર્કુસ અને જેક્સન પાલમેરે વર્ષ 2013માં લોંચ કર્યુ હતુ. આ ડોજેકોઇનમાં શીબાઇનુડોગની તસ્વીર લગાવવામાં આવી છે. બિટકોઇન અને બીજી ક્રિપ્ટો કરંસીના મજાક બનાવવા માટે ડોજેકોઇન બનાવવામાં આવ્યુ છે. વર્ષ 2021થી ડોજેકોઇન ચર્ચામાં આવ્યુ હતુ. કારણ કે આ ચર્ચામાં ઇલોન મસ્કનું નામ સામેલ હતુ. ઇલોન મસ્કે ડોજેકોઇન કરંસી મામલે ટ્વીટ કરવાનું શરૂ કર્યુ હતુ. અને જનતાનું ધ્યાન આ કોઇન પર કેંદ્રીત થવા લાગ્યુ હતુ. ડોજેકોઇનના લોકોને ડોજ કહે છે. આ બાબતે મીમ્સ પ્રખ્યાત થવા લાગ્યા હતા. અને ક્રિપ્ટોકરેંસી કમ્યુનિટીમાં લોકોનો રસ વધવા લાગ્યો હતો.


