ગાઝામાંથી પેલેસ્ટિનિયનોને દૂર કરવાના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. બાંગ્લાદેશમાં પેલેસ્ટાઇનના રાજદૂત યુસુફ રમઝાને ટ્રમ્પના પ્રસ્તાવને મજાક ગણાવ્યો. રમઝાન ટ્રમ્પ માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, જે નીતિગત દૃષ્ટિકોણથી યોગ્ય નથી.
ટ્રમ્પ અને પેલેસ્ટાઇનના રાજદૂત યુસુફ રમઝાન
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસ્તાવ મૂક્યો છે કે અમેરિકા ગાઝા પર કબજો કરે. બાંગ્લાદેશમાં પેલેસ્ટાઇનના રાજદૂત યુસુફ રમઝાને આ પ્રસ્તાવને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યો છે. બાંગ્લાદેશી અખબાર ઢાકા ટ્રિબ્યુનમાં પ્રકાશિત પોતાના લેખમાં રમઝાને લખ્યું છે: ટ્રમ્પ જે વલણ અપનાવી રહ્યા છે તે શાંતિ લાવવાને બદલે વધુ લોકોને ગુસ્સે કરશે. ટ્રમ્પને ખબર નથી કે ગાઝાના લોકો શું ઇચ્છે છે?, રમઝાનના મતે, નેતન્યાહૂ ગાઝામાં નિર્દોષ લોકોને ત્રાસ આપીને પોતાની સત્તા બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નેતન્યાહૂ જાણે છે કે જ્યાં સુધી ગાઝામાં સંઘર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ સત્તામાં રહેશે. અમેરિકા તેનું સાથી છે, તેથી ગાઝાના લોકો ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ કરે તેવી શક્યતા ઓછી છે.
બાંગ્લાદેશમાં પેલેસ્ટિનિયન રાજદૂત રમઝાનના મતે, તમે થોડા સમય માટે કેટલાક લોકોને સ્થળાંતર કરી શકો છો, પરંતુ ગાઝા ખાલી કરવાનો ઇરાદો યોગ્ય નથી. લોકો પોતાની માતૃભૂમિ માટે પોતાનો જીવ જોખમમાં નાખવા તૈયાર છે.
રમઝાને વધુમા જણાવ્યુ હતુ કે, ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયેલા પ્રાણીની જેમ વર્તી રહ્યા છે. અમેરિકનો વિદેશ નીતિને વ્યવસાય નીતિ બનાવવા માટે કટિબદ્ધ છે. જો કોઈ સોદો નહીં થાય તો તેઓ સીધા પ્રતિબંધોની ધમકી આપી રહ્યા છે. આ બરાબર નથી. 1960માં જન્મેલા યુસુફ રમઝાને ચીન, કોરિયા અને બાંગ્લાદેશ જેવા દેશોમાં પેલેસ્ટાઇન વતી મહત્વપૂર્ણ પોસ્ટિંગ પર સેવા આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ શું છે?
જોર્ડનના રાષ્ટ્રપતિને મળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું ગાઝામાં શાંતિ ઇચ્છું છું. હું ઈચ્છું છું કે ગાઝામાં રહેતા લોકોને જોર્ડન અથવા અન્ય મુસ્લિમ દેશોમાં ખસેડવામાં આવે અને હું ઈચ્છું છું કે ગાઝા અમેરિકા દ્વારા કબજો કરવામાં આવે. ટ્રમ્પે કહ્યું કે જો આ પ્રસ્તાવ બધાને સ્વીકાર્ય હશે તો હું તેમાં ઇજિપ્તનો પણ સમાવેશ કરીશ.


