અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન ઈઝરાયેલની સાથે ચાલી રહેલા સંઘર્ષમાં જીતી શકતું નથી. વધારે મોટું કંઈ થાય તે પહેલા જ વાતચીત કરવી જોઈએ. ટ્રમ્પે આ નિવેદન કેનેડામાં ચાલી રહેલી G7ની બેઠકમાં આપ્યું છે. મળતી માહિતી મુજબ ટ્રમ્પ G7ના નિવેદન પર હસ્તાક્ષર કરવાથી ઈનકાર કરી દીધો છે.
ઈઝરાયેલે ઈરાનના રક્ષા મંત્રાલયના હેડ ક્વાર્ટર પર હુમલો કર્યો
ટ્રમ્પનું આ નિવેદન ઈરાન અને ઈઝરાયેલની વચ્ચે તણાવ ઓછું કરવા અને પશ્ચિમ એશિયામાં સ્થિરતા જાળવી રાખવાની અપીલ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ઈઝરાયેલે ઈરાનના રક્ષા મંત્રાલયના હેડ ક્વાર્ટર પર હુમલો કર્યો અને બુશહર પ્રાંતમાં સ્થિત દુનિયાના સૌથી મોટા કુદરતી ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો. ઈઝરાયેલના આ ઓપરેશનમાં ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકો અને સેનાના ટોચના અધિકારીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે G7 પહેલા ઈરાનને ચેતવણી આપી
ઈઝરાયેલના ‘ઓપરેશન રાઈઝિંગ લાઈન’ વિરૂદ્ધ ઈરાને ‘ઓપરેશન ટુ પ્રોમિસ 3’ લોન્ચ કર્યુ. શનિવારની રાતથી રવિવારની સવાર સુધી ઈરાન તરફથી ઈઝરાયેલ પર હુમલા કરવામાં આવ્યા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે G7 પહેલા ઈરાનને ચેતવણી આપી હતી કે જો અમેરિકા અથવા તેની કોઈ મિલકત પર ઈરાન હુમલો કરશે તો અમે એવી તાકાતથી જવાબ આપીશું, જે દુનિયાએ પહેલા ક્યારેય જોઈ પણ નહીં હોય.