અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે, યુક્રેનમાં ચૂંટણી કરાવવામાં આવે અને ઝેલેસ્કીની લોકપ્રિયતા કેટલી છે. તે માપવામાં આવે. આ ચૂંટણીથી ખબર પડશે કે ઝેલેસ્કી જનતામાં કેટલો લોકપ્રિય છે. હાલમાં એ ચર્ચાએ પણ જોર પકડ્યુ છે કે, રશિયા-યૂક્રેનમાં શાંતિ સમજૂતી પહેલા ઝેલેસ્કી યૂક્રેનમાં પોતાની સત્તા ગુમાવી શકે છે. તો આ તરફ રશિયા અને અમેરિકાની મિત્રતા વધતા યૂક્રેનના માહોલમાં હલચલ જોવા મળી રહી છે.
ચૂંટણી કરાવી લોકપ્રિયતા માપોઃ ટ્રંપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે ઝેલેસ્કી પર પ્રહાર કર્યા હતા. અને જણાવ્યુ હતુ કે, યૂક્રેનમાં હવે નવેસરથી ચૂંટણીનું આયોજન કરાવવું જોઇએ. જેનાથી જનતામાં કોણ વધુ લોકપ્રિય છે. તે જાણી શકાય. પરંતુ આ બધાની વચ્ચે સાઉદી અરબમાં યૂક્રેન યુદ્ધ મામલે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રશિયા અને અમેરિકા વચ્ચે થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝેલેસ્કીની બાદબાકી કરાતા તેમના પર વધુ દબાણ સર્જાયુ છે. પરંતુ હવે ફરીથી આગામી અઠવાડિયે ટ્રંપ અને પુતિનની મુલાકાત યોજાવાની છે. જેને જોતા એ તારણ બહાર આવ્યુ છે કે, ઝેલેસ્કીની રાજનીતિ પ્રવાસ પર આની વધુ અસર જોઇ શકાશે. સાઉદી અરબની રાજધાની રિયાધમાં રશિયા અને અમેરિકાની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ ટ્રંપે ઝેલેસ્કી વિશે નિવેદન આપતા કહ્યુ હતુ કે, તેઓ હવે જનતાની વચ્ચે વધુ લોકપ્રિય રહ્યા નથી. તેમની લોકપ્રિયતા માત્ર 4% જ રહી છે. ટ્રંપે યૂક્રેનમાં ફરીથી ચૂંટણી કરાવવા માટે સલાહ આપી છે. ઝેલેસ્કી પર રશિયા અને અમેરિકા વારંવાર સવાલ ઉઠાવતા રહે છે. રશિયા અને અમેરિકા વચ્ચે થયેલી બેઠકમાં 4 મહત્વના મુદ્દાઓ પર સમજૂતિ સધાઇ હતી. જેમા યુદ્ધ સમાપ્તિનો મુદ્દો મુખ્ય હતો.
ટ્રંપ અને પુતિનની સંભવિત મુલાકાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, તેઓ આ મહિનાના અંત સુધી પુતિન સાથે ફરી મુલાકાત કરી શકે છે. અગાઉ 90 મીનિટ સુધી આ બંને નેતાએ ફોન પર વાતચીત કરી હતી. રશિયા અને અમેરિકા વચ્ચેની ફરી થનારી મુલાકાત કયા સ્થળે થશે તે મામલે કોઇ સ્પષ્ટતા નથી કરાઇ. ટ્રંપે વધુમાં જણાવ્યુ હતુ કે, જો યુરોપના દેશ યૂક્રેનમાં શાંતિ સેના મોકલવા માંગતા હોય તો અમેરિકાને આનાથી કોઇ આપત્તિ નથી. પરંતુ અમેરિકા આ બધામાં પોતે ભાગ નહી. લે.
ઝેલેસ્કીની રાજનૈતિક વિદાયી નક્કી ?
યૂક્રેનમાં ઝેલેસ્કી વિરુદ્ધ માહોલ બની રહ્યો છે. હાલમાં કરાયેલા સર્વેમાં બહાર આવ્યુ છે કે માત્ર 40 ટકા લોકો જ ઝેલેસ્કી પર વિશ્વાસ રાખે છે. જ્યારે યૂક્રેન આર્મીના પૂર્વ જનરલ વાલેરી જાલુજનીની લોકપ્રિયતા 72 ટકા છે. ઝેલેસ્કીએ જાલજુનીને યૂક્રેનથી દુર રાખવા માટે તેઓને લંડનમાં રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. આ દુરીના કારણે એક વાત સ્પષ્ટ છે કે ઝેલેસ્કીને જાલજુનીથી ખતરો લાગી રહ્યો છે.


