- 3 અજાણ્યા શખ્સોએ SUVનો કાચ તોડવાનો કર્યો પ્રયાસ
- એજન્ટોની નજર શખ્સો પર પડતા જ કર્યું ફાયરિંગ
- ઘટનાને પગલે 3 અજાણ્યા શખ્સોને પકડવા આદેશ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પૌત્રી નાઓમી બાઈડેનની સુરક્ષા કરી રહેલા સીક્રેટ સર્વિસ એજન્ટોએ નાઓમીને બચાવવા માટે ફાયરિંગ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નાઓમી અને તેમના એજન્ટો જોર્જટાઉનમાં હતા. ત્યારે 3 અજાણ્યા શખ્સોએ ખાલી પડી રહેલી SUVનો કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એજન્ટોની નજર બદમાશો પર પડતા જ એકાએક ફાયરિંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
સિક્રેટ સર્વિસ એજન્ટ્સની ટીમમાંથી એકે ગોળીબાર કર્યો
એક સિક્રેટ સર્વિસ એજન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક એજન્ટે ગોળીબાર કર્યો હતો પરંતુ કોઈને ગોળી વાગી ન હતી. લાલ રંગની કારમાં ત્રણ લોકો ભાગી જતા જોવા મળ્યા હતા. સિક્રેટ સર્વિસે કહ્યું કે તેણે તેને શોધવા માટે મેટ્રોપોલિટન પોલીસને પ્રાદેશિક બુલેટિન મોકલ્યું છે.
અમેરિકામાં કારજેકીંગના કેસ વધી રહ્યા છે
વોશિંગ્ટનમાં આ વર્ષે કારજેકીંગ અને કાર ચોરીની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પોલીસે આ વર્ષે જિલ્લામાં 750 થી વધુ કારજેકીંગ અને 6,000 થી વધુ ચોરાયેલા વાહનોની નોંધ કરી છે. આ ઉપરાંત વોશિંગ્ટનમાં આ વર્ષે હિંસક ગુનાઓ પણ વધી રહ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 40 ટકાથી વધુ છે.


