- ચૂંટણી પહેલાની ચર્ચામાં જો બાઈડેનની ધીમી શરૂઆત અંગે સવાલ ઉઠયા
- પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોર્ન સ્ટાર અને કેપિટલ હિંસાના સવાલ કરાયા
- બાઈડેનની ધીમી પણ અંત મક્કમ, કમલા હેરિસે બોસનો પક્ષ લીધો
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા યોજાતી ડિબેટને લઈ મોટું અપડેટ આવ્યું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં જો બાઈડેનની ધીમી શરૂઆતને લઈ સવાલ ઉઠયા હતા. બાઈડેનના ડિબેટ પ્રદર્શને ડેમોક્રેટિક પાર્ટી માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. મહત્ત્વનું છે કે, અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.
રાષ્ટ્રપતિ જો બાઈડેનના ડિબેટ પ્રદર્શને ટોપના ડેમોક્રેટસ વચ્ચે ખતરાની ઘંટડી વગાડી છે. આવામાં કેટલાક લોકો જાહેરમાં સવાલ ઉઠાવી રહ્યા હતા. કે બાઈડેન ડેમોક્રેટિક પાર્ટી તરફથી ટોચ પર રહી શકે છે. સિનિયર ડેમોક્રેટિક કાર્યકરો અને એક રાજકીય વિશ્લેષકે જો બાઈડેનને લઈ કહ્યું કે તેઓ થોડા ભ્રમિત લાગી રહ્યા છે. ચર્ચા દરમિયાન તેઓ મજબૂત થતા ગયા પરંતુ એ સમય સુધી મને લાગે છે કે ગભરામણ શરૂ થઈ ગઈ હતી.
જો બાઈડેનને લઈ સવાલ ઉઠયા
ગુરુવારની રાત્રે જ ઘણા ડેમોક્રેટસની વચ્ચે ચાલતી વાતચીતમાં પણ પોતાનો પક્ષ મૂક્યો હતો. હવે આ વાત પર ચર્ચા થવા જઈ રહી છે કે શું તેમને પદ પર બન્યા રહેવું જોઈએ કે નહિ. પાર્ટીના મોટા નેતાઓએ કહ્યું કે રાતનો પ્રારંભ કેટલાક ઉપર-નીચે બાદ જો બાઈડેન ચર્ચાએ ગતિ પકડી. પાર્ટી નેતાઓએ કહ્યું કે છ જાન્યુઆરી 2021ના રોજ યુએસ કેપિટલ પર થયેલા હુમલાને લઈ જો બાઈડેને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફટકાર લગાવી હતી.
ચર્ચામાં બાઈડેનને પક્ષ કયારે મજબૂત બન્યો
બાઈડેનની તરફથી ટ્રમ્પને ફટકાર લગાવ્યાની એક ક્ષણના રૂપમમાં જ્યારે રાષ્ટ્રપતિની ચર્ચામાં થોડી તેજ ધાર જોવા મળી. ત્યારબાદ એવો તર્ક જોવા મળ્યો કે રાત વીતવાની સાથે જ રાષ્ટ્રપતિની ચર્ચામાં સુધાર જોવા મળ્યો. ડેપ્યુટી રાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ સ્વીકાર કર્યો કે જો બાઈડેનની ધીમી શરૂઆત કરી હતી.
કમલા હેરિસે બાઈડેનનો કર્યો બચાવ
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે જણાવ્યું કે બાઈડેનની ધીમી શરૂઆથ હતી. પરંતુ એક મજબૂત અંત હતો. રાતભર થયેલી ચર્ચામાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે જો બાઈડેન અમરિકી લોકોની તરફી લડી રહ્યા છે. ચર્ચામાં બાઈડેનના પ્રદર્શન પર દબાણ નાખવા મુદ્દે કમલા હેરિસે પોતાના બોસનો બચાવ કર્યો. હેરિસે કહ્યું કે ડિબેટની શૈલી અંગે સવાલ કર્યો પરંતુ ચર્ચાનો સાર એ વાતમાં છે કે દેશના રાષ્ટ્રપતિ કોણ હશે. ડિબેટમાં બાઈડેનની ઉંમરને લઈ પણ સવાલ કરાયા. જેનો બાઈડેને મજબૂત જવાબ આપ્યો હતો.


