- અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને રાજકારણ તેજ
- કમલા હૈરિસે ડોનાલ્ડ ટ્રમ્પ પર કર્યા પ્રહાર
- બંને પાર્ટીઓ વચ્ચે ચૂંટણીને લઇને ચાલી રહ્યું છે શાબ્દિક યુદ્ધ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શાબ્દિક યુદ્ધ
સતત વધી રહ્યું છે. આ એપિસોડમાં કમલા હેરિસે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કર્યા છે.
શું કહ્યું કમલા હૈરિસે ?
કમલા હેરિસે ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે હું તમામ અમેરિકન નાગરિકોને રાષ્ટ્રપતિ બનવાનું વચન આપું છું. દેશને આગળ લઈ જવા માટે તમે મારા પર વિશ્વાસ કરી શકો છો. હું દેશને જોડનારી રાષ્ટ્રપતિ બનીશ. એક એવી રાષ્ટ્રપતિ જે વાંચી અને સાંભળી શકે છે. એક એવી રાષ્ટ્રપતિ કે જેની પાસે કોમન સેન્સ હશે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
ટ્રમ્પે અગાઉ એક ભાષણમાં કહ્યું હતુ કે ડેમોક્રેટ કન્વેન્શનમાં કમલા હૈરિસે કહ્યું કે અમારી પાસે સાચુ કામ કરવા માટે 70 દિવસનો સમય છે. 70 દિવસ પછી અમે ફરીથી પહેલાની જેમ કામ કરવાનું શરૂ કરી શકીએ છીએ. તેનો મતલબ એ છે કે તેઓ ચૂંટણી જીતવા માગે છે પણ પછી કટ્ટરપંથી, વામપંથી, માર્ક્સવાગી નીતિઓ સાથે આપણા દેશને નષ્ટ કરવા માગે છે. આપણે આવુ ન થવા દઇ શકીએ. જો આવુ થયુ તો આપણી પાસે હવે કોઇ દેશ નહી રહે. યુએસએ રાખમાં ફેરવાઇ જશે.
કમલા હૈરિસે કર્યું હતું સંબોધન
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હૈરિસે શુક્રવારે શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન (DNC)ના અંતિમ દિવસે પાર્ટીની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીનો સત્તાવાર રીતે સ્વીકાર કરતા કહ્યું કે આપણે જીત તરફ કામ કરવું પડશે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં અહીં સુધી પહોંચવા માટે મેં જે સફર કરી છે તે મારી અપેક્ષાઓથી વધુ છે. મારી સફર મારી માતાની જેમ અદ્ભુત અને પડકારજનક રહી છે. હું દરરોજ તેમને યાદ કરું છું. હું અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે આ ઉમેદવારી સ્વીકારું છું. કમલા હેરિસે કહ્યું કે હું તમામ અમેરિકન નાગરિકોને રાષ્ટ્રપતિ બનવાનું વચન આપું છું. દેશને આગળ લઈ જવા માટે તમે મારા પર વિશ્વાસ કરી શકો છો. હું રાષ્ટ્રપતિ બનીશ જે દેશને એક કરશે. એક રાષ્ટ્રપતિ જે વાંચી અને સાંભળી શકે છે, એક રાષ્ટ્રપતિ જેની પાસે કોમન સેન્સ હશે.


