જગત જમાદાર એવા અમેરિકામાં આગામી પાંચમી નવેમ્બરે યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઈરાન મોટું કાવતરું રચવાનું હતું. પણ આ કાવતરાને પાર પાડે તે પહેલાં જ આ કાવતરાનો પર્દાફાશ થઈ ગયો છે. ઈરાની હેકરોએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના અભિયાનના તેના હરિફ ડોનાલ્ડ ટ્રમ્પની ઝૂંબેશથી ચોરાવેલી જાણકારી સાથે સાંકળવાનો પ્રયા કરાયો અને વર્ષ-2024માં દખલગીરી કરવાના તેના પ્રયાસમાં રાષ્ટ્રપતિ સાથે જોડાયેલ ઈ-મેઈલ મોકલ્યા હતા. એફબીઆઈ અને બીજી ફેડરલ એજન્સીએ આ અંગેની જાણકારી બુધવારે આપી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ પુરાવા નથી કે મેઈલ પ્રાપ્ત કરનાર કોઈ વ્યકિતએ જવાબ આપ્યો હોય. જેનાથી હેક કરાયેલી જાણકારીને ચૂંટણીના છેલ્લા મહિનામાં ફેલાતી રોકી શકાય. હેકરોએ જૂનના અંત અને જુલાઈની શરૂઆતમાં બાઈડેન અભિયાન સાથે સંકળાયેલા લોકોને ઈ-મેઈલ મોકલ્યા હતા. પરંતુ તેના બાદના મહિના પછી બાઈડેને રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. અમેરિકા સરકારના નિવેદન અનુસાર ઈ-મેઈલમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના અભિયાનથી ચોરેલી બિન જાહેર સામગ્રીથી લેવાયેલ એક અંશ સામેલ હતો. આની પહેલા પણ એફબીઆઈ અને બીજી તપાસ એજન્સીઓને ઈરાન પર હેક અને લિકની આશંકા હતા. જેની મદદથી વર્ષ-2024ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દખલગદીરી કરવાનો આરોપ લાગી ચુક્યો છે.
એફબીઆઈનું નિવેદન
અમેરિકાની જાણીતી ગુપ્તચર એજન્સી એફબીઆઈ, સાયબર સુરક્ષા અને બીજી સરકારી તપાસ એજન્સીએ જણાવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના અભિયાનની જાણકારી હેક કરવી અને બાઈડેન-હેરિસના અભિયાનને હેક કરવાના પ્રયાસ ચૂંટણીમાં મતદારોના વિશ્વાસને ડગમગાવવા તેમજ વિવાદ ભડકાવવાનો પ્રયાસ છે. ટ્રમ્પના પ્રચાર અભિયાન ટીમે 10 ઓગસ્ટે ખુલાસો કર્યો હતો કે, તેના અભિયાનની જાણકારી હેક કરી લેવામાં આવી છે. તેને જણાવ્યું કે, ઈરાની હેકરો સંવેદનશીલ ગુપ્ત દસ્તાવેજ ચોરી લઈને તેનું વિતરણ પણ શરૂ કરી દીધું છે. આ ચોરેલા ગુપ્ત દસ્તાવેજ અમેરિકાની ત્રણ જાણીતી મીડિયાને લીક કરવામાં આવી છે. જો કે, અત્યાર સુધી કોઈએ આ અંગે પ્રતિક્રિયા આપી નથી.


