- અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઈડેન વધી રહી છે નારાજગી
- પેન્સિલવેનિયામાં ટ્રમ્પની રેલીમાં લાગ્યા ‘જિનોસાઈડ જો’ના નારા
- પેલેસ્ટિનિયન સમર્થકો દ્વારા અવારનવાર લગાવાય ‘જિનોસાઈડ જો’ ના નારા
પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે અમેરિકામાં પણ રાષ્ટ્રપતિ જો બાઈડેન સામે નારાજગી વધી રહી છે. આ વાતનો પુરાવો ત્યારે જોવા મળ્યું જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. રેલી દરમિયાન કેટલાક લોકોએ જો બાઈડેનને ખતમ કરવાના નારા લગાવવાનું શરૂ કર્યું. જે બાદ બીજા ઘણા લોકોએ પણ આવા જ નારા લગાવ્યા હતા.
ટ્રમ્પે અટકાવ્યું પોતાનું ભાષણ
વાત એવી બની કે, ડોનાલ્ડ ટ્રમ્પ રેલીને સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન, કેટલાક લોકોએ ‘જો બાઈડેનને ખતમ કરો’ના નારા લગાવવાનું શરૂ કર્યું. આ સાંભળીને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું ભાષણ અટકાવ્યું હતું. ત્યારબાદ, બીજા ઘણા લોકોએ પણ આવા જ નારા લગાવવાનું શરૂ કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ‘આ ખોટું પણ નથી. તેણે (જો બાઈડેને) બધું ખોટું કર્યું છે. ‘જીનોસાઈડ જો’ એ એક શબ્દસમૂહ છે જેનો ઉપયોગ પેલેસ્ટિનિયન સમર્થકો દ્વારા જો બાઈડેન સામે વારંવાર કરવામાં આવે છે. જો બાઈડેને ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ઈઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝામાં 33 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ કારણે જ પેલેસ્ટિનિયન સમર્થકો જો બાઈડેનથી નારાજ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પણ કરે છે ઇઝરાયલનું સમર્થન
ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈઝરાયલને સમર્થન આપી રહ્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ઈઝરાયલ-હમાસ યુદ્ધ પર કહ્યું હતું કે ઈઝરાયેલને આ યુદ્ધ ઝડપથી ખતમ કરવાની જરૂર છે અને તેઓએ જે શરૂ કર્યું છે તેને પૂર્ણ કરવાની જરૂર છે જેથી સ્થિતિ સામાન્ય થઈ શકે. ટ્રમ્પે પણ ઈઝરાયેલના એક અખબાર સાથેની વાતચીતમાં તેમના નિવેદનનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે યુદ્ધ જેમ-જેમ લંબાતું જાય છે તેમ-તેમ ઈઝરાયેલ દુનિયાભરમાં સમર્થન ગુમાવી રહ્યું છે. આથી ઈઝરાયેલે આ યુદ્ધને ઝડપથી સમાપ્ત કરવું જોઈએ. ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલા પર ટ્રમ્પે કહ્યું કે ભગવાન ઈઝરાયેલના લોકોની રક્ષા કરે. અમારી નબળાઈના કારણે તેમના પર હુમલો થઈ રહ્યો છે. ટ્રમ્પના આ નિવેદનને બાઈડેન વિરુદ્ધ હુમલો માનવામાં આવી રહ્યો છે.


