- રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા યોજાયેલી ડિબેટમાં બંને નેતાઓ વચ્ચેનું અંતર મપાઈ ગયું
- જો બાઈડેનની વધતી ઉંમર અને આરોગ્યને લઈ લોકોમાં ભારે ચર્ચા
- કમલા હેરિસને બાઈડેનનું સ્થાન આપવાની માંગ ઉઠી
જગત જમાદાર અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં જો બાઈડેન પોતાની વાતને રજૂઆત કરવામાં ખૂબ જહેમત કરતા જોવા મળ્યા હતા. જ્યારે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણ ડિબેટમાં તેઓની પર હાવી રહ્યા જેથી બાઈડેનને બોલવાના ફાંફા પણ પડયા હતા. જે બાદ ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને ટેકેદાર પણ બાઈડેનના આરોગ્યને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓની ઉમેદવારી પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક ડેમોક્રેટિક સાંસદે પણ બાઈડેનને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી હટવાની સલાહ આપી છે.
બંને નેતાઓ વચ્ચે યોજાયેલી ડિબેટ પછી રાષ્ટ્રપતિના આરોગ્યને લઈ ચાલતી ચર્ચાઓ પર જો બાઈડેને પ્રતિક્રિયા આપી હતી. બાઈડેને ડિબેટમાં નબળો જોવાનું કારણ પોતાની આંતરરાષ્ટ્રીય પ્રવાસને ગણાવ્યું હતું. રાષ્ટ્રપતિએ મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું કે સત્ય તો એ છે કે તમે જાણતા હશો હું ખૂબ હોશિયાર નથી. મેં ચર્ચા પહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યા અને પોતાના અધિકારીઓની એકપણ વાત નથી સાંભળી. તેમજ ફરી ચર્ચામાં સામેલ થઈ ગયો છું. થાકને લીધે મંચ પર હું લગભગ સૂઈ ગયો હતો. તેમને આગળ એવું પણ કહ્યું કે આ કોઈ બહારનું નથી પરંતુ એક સ્પષ્ટતા છે.
કમલા હેરિસ લઈ શકે છે બાઈડેનનું સ્થાન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની વધતી જતી ઉંમર અને લથડતી તબિયતને લઈ ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. કે અમેરિકી ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ તેઓનું સ્થાન લઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે ડેમોક્રેટ જલ્દી જ બાઈડેનનું સ્થાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને રાષ્ટ્રપતિ ઉમેદવાર બનાવી શકે છે. કમલા હેરિસે જણાવ્યું કે જુઓ બાઈડેન અમારા ઉમેદવાર છે. અમે ટ્રમ્પને પ્રથમ હરાવ્યા છે અને ફરીથી હરાવીશું. હેરિસે એવું પણ કહ્યું કે તેમને જો બાઈડેનના રનિંગ મેટ હોવા પર ગર્વ છે પરંતુ તેઓને આ સવાલનો જવાબ આપવાનો ઈનકાર કરી દીધો કે તેઓ જરૂર પડશે તો બાઈડેનનું સ્થાન લેશે કે નહિ
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભારે રસાકસી
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે આ વર્ષે પાંચમી નવેમ્બરે મતદાન યોજાશે. આ વખતે ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીથી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને રિપબ્લિકન પાર્ટીથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉમેદવાર છે. બંને નેતાઓ વચ્ચે 28 જૂને પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઈ હતી. જેમાં બંને નેતાઓએ એકબીજા ઉપર ટાર્ગેટ કર્યો હતો. આ ચર્ચા પછી સર્વેમાં આશરે 63 ટકા લોકોનું માનવું છે કે આ ચર્ચામાં ટ્રમ્પ વિજેતા બનશે.


