- વ્યવસાયના રેકોર્ડને ખોટા બનાવવાના 34 વખત આરોપ મૂક્યા
- ટ્રમ્પે દસ્તાવેજો સાથે છેડછાડના તમામ આરોપોને નકાર્યા
- રિપબ્લિકન પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન 15 જુલાઈથી શરૂ થશે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસ પર બે દિવસની સુનાવણી પછી 12 સભ્યોની જ્યુરીએ તેને તમામ 34 આરોપોમાં દોષિત ઠેરવ્યો.
અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે વર્તમાન કે પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ફોજદારી કેસ શરૂ કરવામાં આવ્યો હોય. ટ્રમ્પ પર પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2016ની પ્રમુખપદની ચૂંટણી પહેલા તેમના મૌનના બદલામાં ચૂકવણી છુપાવવા અને તેના વ્યવસાયના રેકોર્ડને ખોટા બનાવવાના 34 વખત આરોપ મૂકવામાં આવ્યો હતો. આ તમામ આરોપોમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ટ્રમ્પે દસ્તાવેજો સાથે છેડછાડના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે સ્ટોર્મી ડેનિયલ્સ સાથે સેક્સ માણ્યાનો પણ ઈન્કાર કર્યો છે.
11 જુલાઈએ સજાની જાહેરાત
જસ્ટિસ જુઆન માર્ચેન 11 જુલાઈએ તેમની સજાની જાહેરાત કરશે. ટ્રમ્પ વિરુદ્ધનો નિર્ણય એવા સમયે સંભળાવવામાં આવશે જ્યારે રિપબ્લિકન પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન 15 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટ્રમ્પના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
શું છે મામલો?
ડોનાલ્ડ ટ્રમ્પે 2006માં સ્ટોર્મી ડેનિયલ્સ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આ બાબતની ખૂબ ચર્ચા થઈ હતી. સ્ટોર્મી આ ઘટનાને સાર્વજનિક કરવાની ધમકી આપી રહી હતી, ત્યારબાદ ટ્રમ્પે તેને ગુપ્ત રીતે પૈસા ચૂકવ્યા હતા. ટ્રમ્પને ડેનિયલ્સને $130,000 ની ચૂકવણી છુપાવવા માટે ખોટા બિઝનેસ રેકોર્ડ્સ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. અગાઉ સ્ટોર્મી ડેનિયલ્સે કોર્ટને કહ્યું હતું કે જ્યારે તેણે ટ્રમ્પને પહેલીવાર જોયા ત્યારે તેણે સિલ્ક પાયજામા પહેર્યા હતા. તે ઘટનાનું વર્ણન કરતાં સ્ટોર્મી ડેનિયલ્સે કહ્યું હતું કે ટ્રમ્પે મને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં મારી કારકિર્દી વિશે પૂછ્યું હતું. તેણે પૂછ્યું હતું કે શું મેં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) માટે ટેસ્ટ કરાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઓપિનિયન પોલમાં ટ્રમ્પ અને બિડેન વચ્ચે કટ્ટર હરીફાઈ જોવા મળી છે. જો ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવે તો ટ્રમ્પને અપક્ષનો ટેકો મળી શકે છે.


