- ટ્રમ્પે આ નિર્ણયને અમેરિકાની મોટી જીત ગણાવ્યો
- ડિસેમ્બરમાં ટ્રમ્પના ચૂંટણી લડવા પર લાગ્યો હતો બૅન
- આજે સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીનું નોમિનેશન મળી શકે છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મોટી રાહત મળી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા અંગે કોલોરાડો કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. આ પછી ટ્રમ્પ માટે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ટ્રમ્પે આ નિર્ણયને અમેરિકાની મોટી જીત ગણાવી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની કોલોરાડોની કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં ટ્રમ્પ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ માટે અમેરિકી બંધારણના 14મા સુધારાનો સંદર્ભ આપવામાં આવ્યો હતો. આ અંતર્ગત સશસ્ત્ર વિદ્રોહમાં સામેલ લોકો પર રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
8મી ફેબ્રુઆરીએ થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જજોએ આ પગલાને શંકાની નજરે જોયા હતા. આ સાથે તેમણે કોલોરાડો કોર્ટ પર તેના અધિકારક્ષેત્રની બહાર જવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે 14મા સુધારાની કલમ 3 લાગુ કરવાની કોઈ નીચલી કોર્ટને સત્તા નથી.
સુપર ટ્યુઝડે 5મી માર્ચે છે
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ટ્રમ્પ મંગળવારે યોજાનારી યુએસ ચૂંટણીના પ્રાથમિક તબક્કામાં ભાગ લઈ શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પને 5 માર્ચે સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીનું નોમિનેશન મળી શકે છે. તમને જણાવી દઈએ કે સુપર ટ્યૂઝડે અમેરિકાના 15 રાજ્યોમાં પ્રાથમિક ચૂંટણી યોજાશે. તેને સુપર ટ્યુઝડે કહેવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન ટ્રમ્પ તેમની એકમાત્ર પ્રતિસ્પર્ધી નિક્કી હેલીને હરાવીને રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સત્તાવાર ઉમેદવાર બની શકે છે.
ટ્રમ્પ પર શું છે આરોપ?
અમેરિકામાં 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ હિલને ઘેરી લીધો. ટ્રમ્પ સમર્થકોએ કેપિટોલ હિલમાં પણ તોડફોડ કરી હતી. ટ્રમ્પ પર એવા આરોપો છે કે તેમણે તેમના સમર્થકોને ઉશ્કેરીને કેપિટલ હિલની ઘેરાબંધી કરી હતી. એક રીતે તેમણે ચૂંટણી હાર બાદ વ્હાઇટ હાઉસ ખાલી કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આ મામલે અનેક લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.


