જગત જમાદાર એવા અમેરિકામાં નવેમ્બર મહિનાની પાંચમી તારીખે યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વ્યકિતગત રીતે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન શરૂ થતાની સાથે રાજકીય ઘર્ષણ અને ચૂંટણીના દિવસ સુધી છ અઠવાડિયા સુધી ચૂંટણીનો માહોલ જામેલો રહેશે. અમેરિકાના મિનેસોટા, સાઉથ ડેકોટા અને વર્જિનિયામાં મતદારો મત આપવા લાઈનમાં ઊભા રહેલા નજરે પડયા છે. આ રાજ્ય એવા છે જ્યાં સૌથી પહેલા વ્યકિતગત રીતે મતદાન શરૂ થયું છે. ઑક્ટોબરના મધ્ય સુધી આશરે વધુ એક ડઝન રાજ્ય મતદાન કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે રેસ
અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વ્યકિતગત રીતે મતદાનનો પ્રારંભ થતાની સાથે અમેરિકી રાજનીતિમાં ગરમાવા બાદ થાય છે. રાષ્ટ્રપતિ જો બાઈડે ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા હતા અને તેમના બદલે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ડેમોક્રેટિકના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં. આ બાજું પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. આ ચૂંટણીમાં બંને ઉમેદવારો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે.
અમેરિકામાં મતદાન માટે લોકો લાઈનમાં ઊભા રહેલાં જોવાં મળ્યાં
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિના પદ માટે યોજાનાર ચૂંટણી માટે આજથી વ્યકિતગત મતદાન શરૂ થતા મતદારો મતદાન કરવા મતદાન કેન્દ્રો ઉપર લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. કેટલાક મતદારોએ કહ્યું કે ચૂંટણીના દિવસે મુશ્કેલી અથવા અરાજકતાની સંભાવનાને કારણે તેઓએ રાહ જોવી જોઈએ નહીં. 74 વર્ષીય ક્રિસ બર્ડાએ જણાવ્યું હતું કે ચૂંટણીના દિવસે સંભવિત વિક્ષેપને ટાળવા માટે તેઓ અન્ય લોકોને તેમના મતપત્રક વહેલા ભરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. મતદાન અમેરિકાના મિનેપોલિસના મતદાન મથક પર એક મતદારે જણાવ્યું કે, અગાઉથી મતદાન કરવાથી છેલ્લી ઘડીની શાંતિ થાય છે.


