- હમાસ આતંકીઓએ બંધક બનાવ્યા ઇઝરાયલી નાગરિકો
- ગાઝામાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવશે અમેરિકન કમાન્ડો
- અમેરિકન પ્રમુખ બાઈડેન આપી ચૂક્યા છે ચેતવણી
હમાસ ઇઝરાયલ યુદ્ધ વચ્ચે આતંકીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા નાગરિકોને છોડાવવા માટે અમેરિકન સ્પેશિયલ ફોર્સ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવશે. અમેરિકાના જાંબાઝ કમાન્ડો ગાઝામાં સ્પેશિયલ ઓપરેશન ચલાવશે. હમાસના આતંકીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા અનેક અમેરિકન નાગરિકોને છોડાવવા માટે અમેરિકન કમાન્ડોની સાથે ઇઝરાયલ સેના સંયુક્ત ઓપરેશન ચલાવશે.
બાઈડેને ઈરાનને આપી ચેતવણી
યુએસ પ્રમુખ બાઈડેને ઇઝરાયલને સમર્થન આપવાની સાથે, અમેરિકનો સહિત કેદીઓને મુક્ત કરવાની ખાતરી કરવા અને વ્યાપક યુદ્ધ ફાટી નીકળતા અટકાવવા માટે વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને ઇઝરાયેલ મોકલ્યા છે. બાઈડેને બુધવારે વોશિંગ્ટનમાં યહૂદી નેતાઓ સાથે બેઠક પણ કરી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલ નજીક મોકલવામાં આવેલ અમેરિકન વિમાનો અને લશ્કરી જહાજોની તૈનાતીને ઇરાન માટે સંકેત તરીકે જોવું જોઈએ, જે ઇસ્લામિક જૂથો હમાસ અને લેબનોનના હિઝબુલ્લાહનું સમર્થન કરે છે.
બાઈડેને કહ્યું કે હમાસનો આ હુમલો ક્રૂરતાનું અભિયાન છે. આ માત્ર નફરત નહીં, પરંતુ, યહૂદી લોકો વિરુદ્ધ શુદ્ધ ક્રૂરતા છે. તેમણે કહ્યું, અહી યહૂદીઓ માટે સૌથી ઘાતક દિવસ હતો. અમે ઇઝરાયલી સુરક્ષા દળોને સૈન્ય સહાયતા વાહદારી રહ્યા છે જેમાં આયરણ ડોમને ફરીથી ભરવા માટે દારૂગોળો સામેલ છે. અમે અમેરિકન કેરિયર કાફલાને પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત કર્યા છે. અમે તે વિસ્તારમાં વધુ ફાઈટર પ્લેન મોકલી રહ્યા છીએ અને ઈરાનીઓને આ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સાવધાન રહે.
આ પહેલા બુધવારે અમેરિકન સૂત્રોએ જણાવ્યું હતું કે ઈરાન કદાચ જાણતું હતું કે હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલ વિરુદ્ધ ઓપરેશનની યોજના બનાવી રહ્યા છે. પરંતુ પ્રારંભિક યુએસ ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે કેટલાક ઈરાની નેતાઓ ગાઝાથી હમાસના અચાનક હુમલાથી ચોંકી ગયા હતા.