ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જવાનું સપનુ જોનારા યુવાનો માટે સારા સમાચાર છે. અમેરિકાએ વિદ્યાર્થી વિઝા સેવા ફરી શરૂ કરી છે, પરંતુ વિઝા માટે સોશિયલ મીડિયા સ્ક્રીનીંગ ફરજિયાત રહેશે. નવા નિયમ હેઠળ, ઉમેદવારોને ફક્ત ત્યારે જ વિદ્યાર્થી વિઝા મળશે જો તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સક્રિય હશે. જેથી અધિકારી તેમની તપાસ કરી શકે.
સોશિયલ મિડીયા અકાઉન્ટ પબ્લિક હોવાથી અમેરિકાની પોલીસ જોશે કે ઉમેદવારના પેજ પર અમેરિકાની સરકાર વિરુદ્ધ, અમેરિકા વિરુદ્ધ અમને અમેરિકાના કલ્ચર વિરુદ્ધ કોઈ વિરોધી પોસ્ટ નથી ને. ક્લિયરન્સ મળ્યા પછી જ સ્ટુડન્ટ વિઝા આપવામાં આવશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્ટુડન્ટ વિઝા માટેના નવા નિયમોની માહિતી આપતાં સ્ટુડન્ટ વિઝા સેવા ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેથી, અરજદારોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ખુલ્લા રાખવા જોઈએ.
અમેરિકા જનાર તમામ ઉમેદવારની તપાસ
અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા આપવામાં આવેલા સુચનો અનુસાર, અમેરિકાની સરકાર પોતાના દેશની સુરક્ષાને લઈને પ્રતિબદ્ધ છે. હાલમાં લોસ એન્જેલિસમાં હિંસા અને વિરોદ પ્રદર્શન પછી, ઈઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકા પર હુમલો થવાની આશંકાને જોતા સાવધાની રાખવામાં આવી રહી છે. આથી અમેરિકા આવનાર દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે નવા નિયમો બનાવવા માટે જ ગયા મહિને સ્ટુડન્ટ વિઝા માટે લેવામાં આવતા ઈન્ટરવ્યુના શિડ્યૂલને રોકી દીધુ હતુ.