- ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપના રશિયાના આરોપો અમેરિકાએ ફગાવ્યા
- આ સમગ્ર આરોપો ભારતે નહિ પરંતુ રશિયાએ લગાવ્યા
- અમેરિકાની માનસિકતા હજી જૂનવાણી છે: રશિયા
ભારતમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણીમાં આંતરિક હસ્તક્ષેપ કરવાના આરોપોને અમેરિકાએ ફગાવી દીધા છે. જો કે આ આરોપ ભારતે નહિ પરંતુ રશિયાની તરફથી અમેરિકા પર આરોપ મૂકવામાં આવ્યા હતા. પરંતુ અમેરિકાએ કહ્યું કે તે આવું કશું નથી કરી રહ્યું.
અમેરિકાએ ભારતમાં હાલ ચાલી રહેલા લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાના આરોપો ફગાવી દીધા છે. રશિયાની તરફથી આ આરોપ લગાવાયા હતા કે અમેરિકા ભારતમાં ચાલતી ચૂંટણીમાં આંતરિક હસ્તક્ષેપ કરી રહ્યું છે. અમેરિકાએ રશિયાના આ આરોપોને ગુરુવારે ફગાવી દીધા હતા. અમેરિકી વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમેરિકા કદી નથી ઈચ્છતું કે ભારતમાં ચાલી રહેલી ચૂંટણીમાં અમેરિકા સામેલ થાય. આ ઉપરાંત દુનિયાના કોઈપણ ખૂણે પણ ચૂંટણીમાં અમેરિકા હસ્તક્ષેપ નથી કરતું. આ ભારતની જનતા નિર્ણય કરશે.
રશિયન વિદેશ મંત્રાલયના પ્રવકતાએ મોસ્કોમાં જણાવ્યું હતું કે અમેરિકા ભારતના ઘરેલુ મામલા અને હાલની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. આ અંગે પ્રશ્ન કરાયો હતો. આ ઉપરાંત એક રિપોર્ટમાં ભારતની જાસૂસી સંસ્થાએ પન્નુની કથિત હત્યાની યોજના બનાવવામાં સામેલ હોવાનું લખ્યું હતું. આની પર વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકા નવી દિલ્હી વિરુદ્ધ નિયમિત આરોપ લગાવતું રહે છે.
અમે જોઈ રહ્યા છીએ કે, માત્ર ભારત જ નહિ પરંતુ અન્ય દેશોની ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવાના પાયાવિહોણા આરોપ લગાવે છે. જે દર્શાવે છે કે અમેરિકા ભારતની રાષ્ટ્રીય વિચારણાને નથી સમજતું. તેને ભારતના વિકાસના ઐતિહાસિક સંદર્ભની સમજ નથી. આ ઉપરાંત તે એક દેશના રૂપમાં ભારતનું સન્માન નથી કરતું.
રશિયાએ આરોપ લગાવ્યા હતા
રશિયન પ્રવક્તાએ જણાવ્યું કે, અમેરિકાની માનસિકતા હજી જૂનવાણી છે. અમેરિકા લોકસભા ચૂંટણીને જટિલ બનાવવા ભારતની આંતરિક રાજનીતિની સ્થિતિને ખોરવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાની રીત છે. અમેરિકા વિદેશ મંત્રાલયે આ આરોપો અંગે કરાયેલા તમામ પ્રશ્નોથી બચતા નજરે પડયા હતા. જ્યાં સુધી આ આરોપ કોર્ટ સમક્ષ સાબિત નહિ થાય ત્યાં સુધી એક આરોપ જ છે. જો કે કાયદેસર રીતે પ્રવકતાએ કશું બોલવાનું ઈનકાર કર્યો હતો.


