- અમેરિકામાં 120 મિલિયન લોકો ચક્રવાતના ખતરામાં
- અમેરિકા તોફાનને લીધે કુલ 13 રાજ્યમાં વીજળી ગુલ
-
ચક્રવાત ત્રાટકતા કરા સાથે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે
એકબાજુ ભારતમાં રેમલ વાવાઝોડું ત્રાટકવાનું છે ત્યારે જગત જમાદાર એવા અમેરિકામાં પણ આવેલા ઘાતક તોફાને વિનાશ વેર્યો છે. તાજેતરમાં આવેલા ચક્રવાતથી બાળકો સહિચ 18 લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, આ તોફાનને લીધે લાખો લોકોને અસર થઈ છે. અમેરિકાના પૂર્વથી આવેલા તોફાનની સાથે કરા વરસાદની પણ શક્યતા સેવાઈ રહી છે.
અમેરિકાના 13 રાજ્યમાં વીજળી ગુલ
આ ચક્રવાતને લીધે અમેરિકાના કુલ 13 રાજ્યમાં હજારો લોકોનાં ઘરમાં વીજકાપ મુકાયો છે. સૌથી વધુ વીજકાપ કેંટુકીમાં કરાઈ ચે. જ્યાં આશરે એક લાખ 35 હજાર લોકો વીજળી વગર અંધારામાં રહી રહ્યાં છે. હાલ છ લાખથી વધુ લોકોના ઘરે અંધારપટ છવાયો છે. જો કે ન્યૂ ઈંગ્લેન્ડના દક્ષિણમાં પૂર્વ તટ પર આશરે 120 મિલિયન લોકો પર તોફાનનો ખતરો છે.
અમેરિકામાં સુપરસેલ ચક્રવાત ત્રાટકશે
અમેરિકાની રાષ્ટ્રીય હવામાન કચેરીના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં આવનારા તોફાન વચ્ચે એક વિશેષ પ્રકારની ઘડિયાળ દર્શાવી છે. આ માત્ર ત્યારે જાહેર કરાતી હોય છે કે જે તે વિસ્તારમાં શકિતશાળી અને લાંબા સમય સુધી રહેનારા તોફાન આવવાની શક્યતા હોય. હવામાન વિભાગ પ્રમાણે અનેક વિસ્તારોમાં સાંજ સુધી સુપરસેલ તોફાની આવવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અનેક વિસ્તારમાં સાંજ સુધી સુપરસેલ ચક્રવાત આવવાની શક્યતા છે. આમાં તેજ ચક્રવાતની શક્યતા સેવાઈ રહી છે. તોફાનને લીધે કરા વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે.
આટલું ઓછું હોય તેમ હવામાન વિભાગની કચેરીએ ઘણા તોફાનની ચેતવણી જાહેર કરી છે. જેમાં દડાથી પણ મોટા બરફના કરા પડવા અને 85 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. જાણકારી માટે જણાવવામાં આવ્યું છે કે આની પહેલા 25મેએ આવેલા ચક્રવાતને લીધે આશરે 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


