- અમેરિકાના મિશિગનમાં ફાયરિંગની ઘટના
- બે બાળકો સહિત 10 લોકો ઘાયલ
- રોચેસ્ટર હિલ્સના ચિલ્ડ્રન વોટર પાર્કની ઘટના
અમેરિકાના મિશિગનમાં ફાયરિંગ થયુ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બે બાળકો સહિત 10 લોકો ઘાયલ થયા છે. આ બે બાળકોમાંથી એકની ઉંમર 8 વર્ષની છે. આ ઘટના શનિવારે રોચેસ્ટર હિલ્સના ચિલ્ડ્રન વોટર પાર્કમાં બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે લોકો ગરમીથી રાહત મેળવવા વોટર પાર્કમાં આવ્યા હતા. આ દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.
28 રાઉન્ડ કર્યુ ફાયરિંગ
ઘટનાને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યારે હુમલાખોરને પકડવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. ફાયરિંગ બાદ શંકાસ્પદ નજીકના ઘરમાં છુપાઈ ગયો હતો. ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ માઈક બાઉચાર્ડે જણાવ્યું હતું કે શંકાસ્પદ શનિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ સ્પ્લેશ પેડ પર પહોંચ્યો હતો અને તેણે તેના વાહનમાંથી બહાર નીકળ્યા બાદ ગોળીબાર શરૂ કર્યો હતો. શેરિફે કહ્યું કે તેણે લગભગ 28 રાઉન્ડ ફાયરિંગ કર્યું.
એક જ વર્ષમાં 215 ફાયરિંગની ઘટના
ઘટનાસ્થળેથી એક બંદૂક અને ત્રણ ખાલી મેગેઝીન મળી આવ્યા છે. પોલીસે સ્થળ પર લોકોની અવરજવર અટકાવી દીધી અને લોકોને વિસ્તારથી દૂર રહેવા કહ્યું. ઘટના સ્થળે ફાયર વિભાગ છે. રોચેસ્ટર હિલ્સના મેયરે વધુમાં કહ્યું કે અમે દરેકની ધીરજની પ્રશંસા કરીએ છીએ. આ ઘટનામાં સામેલ તમામ લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તેમણે કહ્યું કે આ વર્ષે અમેરિકામાં ગોળીબારની આ પહેલી ઘટના નથી. આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકામાં 200 થી વધુ સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની છે. આ ઘટનામાં સેંકડો લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે.


