પીએમ મોદી અમેરિકા પ્રવાસ પર જવાના છે. તેઓ 21થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકી પ્રવાસે છે. ત્યાં પહોંચી પીએમ મોદી સૌથી પહેલા તો 21 સપ્ટેમ્બરના ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. અને સમિટ ઑફ ધ ફ્યૂચરને સંબોધિત કરશે. પીએમ મોદી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે એ અંગેની વાતની જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. કહેવાયું છે કે તેઓ અમેરિકામાં ટ્રમ્પ સાથે મુલાકાત કરશે અથવા નહીં આને લઈ હજી જાણકારી નથી. તેની મુલાકાતને લઈ અપડેટ આપવામાં આવશે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, તે જલ્દી જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ટ્રમ્પને રેલીમાં ભારતની વેપાર નીતિને વખોડી ભલે પરંતુ પીએમ મોદીની પ્રશંસા કરતા તેઓને શાનદાર વ્યકિત કહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, પીએમ મોદી આવતા અઠવાડિયે મને મળવા આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ન રહેવા છતાં ટ્રમ્પ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોને મળતા રહે છે.
આવી કોઈ જાણકારી નથી
જો કે, વિદેશ મંત્રાલય તરફથી આવી કોઈ જાણકારી નથી. તેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. તેને શિડયુલમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પથી મુલાકાતનો ઉલ્લેખ નથી. જયારે બીજી બાજું પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વિદેશી નેતાઓ સાથે મુલાકાત કરતા રહેતા હોય છે. તાજેતરમાં તેઓએ હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બન સાથે પણ મુલાકાત કરી હતી, આવામાં બની શકે કે પીએમ મોદી સાથે પણ મુલાકાત કરે.
પીએમ મોદી અને અમેરિકાનો પ્રોગ્રામ
અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે એક અળગ બેઠકનું પણ આયોજન છે. આ ઉપરાંત તેઓ પોતાના ત્રણ દિવસના પ્રવાસે ભારતીય સમુદાયના લોકોને પણ મળશે અને તેઓને સંબોધિત કરશે. મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર પ્રોગ્રામનું આયોજન ન્યૂયોર્કના પરા યુનિયન ડેલમાં કરાયું છે. જે માટે 25 હજાર કરતાં વધુ લોકોએ ટિકિટ માટે એપ્લાય કર્યું છે.


