- જેનોફોબિક એટલે એક પ્રકારનો ડર, તે ડર બહારથી આવતા લોકોને રોકે છે
- ભારત,ચીન,રશિયા જેવા દેશો બહારના લોકોને આવકારતા નથી, અર્થતંત્ર કુંઠિત થાય છે
- આઇએમએફના અંદાજ મુજબ જાપાનનો ગ્રોથ 0.9 ટકા
અમેરિકી પ્રમુખ જો બાઇડેને કહ્યું કે ભારત જેવા દેશો જેનોફોબિક છે અને આર્થિક શક્તિના રૂપમાં પાછળ રહી જવાનું કારણ આ જ છે. બાઇડેને કહ્યું કે ભારત, ચીન, જાપાન અને રશિયા જેવા દેશો જેનોફોબિક દેશો છે. તેમની અર્થવ્યવસ્થા તે કારણે પ્રભાવિત થાય છે. જેનોફોબિક એટલે એક પ્રકારનો ડર, તે ડર બહારથી આવતા લોકોને રોકે છે. બાઇડેને કહ્યું કે ભારત,ચીન,રશિયા અને જાપાન જેવા દેશો બહારના લોકોને આવકારતા નથી. તે કારણે જ તેમનું અર્થતંત્ર વધુ વિકાસ નથી પામતું.
બાઇડેને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે,’આપણા અર્થતંત્રનો ઝડપી વિકાસ થાય છે, કારણ કે આપણે અને અન્ય લોકો પણ મહેનત કરે છે. એવું એટલા માટે છે કે આપણે પ્રવાસીઓને આવકારીએ છીએ.’ ચીનનું ઉદાહરણ આપીને બાઇડેને સમજાવ્યું હતું કે ચીનનું અર્થશાસ્ત્ર શા માટે સ્થગિત થઈ ગયું છે? જાપાન શા માટે મુશ્કેલીમાં છે? ભારત અને રશિયાની સ્થિતિ શું છે? આવું એટલા માટે છે કે તેઓ જેનોફોબિક છે. તે લોકો પ્રવાસી સમુદાય નથી ઇચ્છતા. પરંતુ અમેરિકાને તો પ્રવાસીઓ જ મજબૂત કરે છે.
આઇએમએફની મંદીની આગાહી
આઇએમએફ દ્વારા આ વર્ષે 2023ને મુકાબલે મંદીની આશંકા વ્યક્ત કરી છે. આઇએમએફના અંદાજ મુજબ જાપાનનો ગ્રોથ 0.9 ટકા રહેશે. ભારત જેવા વિકાસશીલ દેશનો વૃદ્ધિદર પણ 6.8 ટકા રહેશે. અમેરિકાનો વૃદ્ધિદર 2.7 ટકા રહેશે. અમેરિકાની સ્થિતિમાં થોડો સુધારો થશે. ગયા વર્ષે અમેરિકી વૃદ્ધિદર 2.5 ટકા રહ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકી અર્થવ્યવસ્થામાં સુધારાનું કારણ પ્રવાસી લોકો છે. અમેરિકા બહારના લોકો વર્કફોર્સમાં સામેલ થતાં અર્થતંત્રને મદદ મળવાની સંભાવના છે.


