- સિક્રેટ સર્વિસ એજન્ટને તાત્કાલિક પદ પરથી હટાવી લેવામાં આવ્યો
- ઘટનાસ્થળે સુપરવાઈઝર અને અન્યોને આ એજન્ટે આક્રમતા બતાવી
- અમેરિકામાં આ પ્રકારની પ્રથમ ઘટના હોવાનું સામે આવ્યું
અમેરિકના ડેપ્યુટી રાષ્ટ્રપતિ કમલા હેરિસની સુરક્ષામાં સામેલ બે સિક્રેટ સર્વિસ એજન્ટ વચ્ચે ઝપાઝપી થતા એકને તરત હટાવી દેવાયો હતો. આ એજન્ટને કમલા હેરિસના સુરક્ષા લિસ્ટમાંથી હટાવી લેવામાં આવ્યો છે. વોશિંગ્ટન ડીસીના બહારના વિસ્તારમાં એંડ્રયૂઝ વિસ્તારમાં સવારે સિક્રેટ સર્વિસના એજન્ટને અન્ય એજન્ટ સાથે ઘર્ષણ થયું હતું. આ ઝપાઝપી કમલા હેરિસ ત્યાં પહોંચે તેની પહેલાં થઈ હતી.
ઘર્ષણમાં રહેલા એજન્ટની ઓળખ ગુપ્ત રખાઈ
ઝપાઝપીમાં સંડોવાયેલા એજન્ટની ઓળખ કરાઈ છે. હાલ તેની કોઈપણ પ્રકારની ઓળખ નથી કરાઈ. યુએસ સિક્રેટ સર્વિસના પ્રમુખે જણાવ્યું કે અમેરિકી સિક્રેટ સર્વિસ એજન્ટનું આવું પ્રદર્શન તેના સહયોગીઓને સારું ન લાગ્યું.
આ દરમ્યાન મેડિકલ કર્મચારીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. જેથી કમલા હેરિસની યાત્રામાં કોઈ પ્રકારનું વિલંબ ન થાય. આ માટે વિભાગે આની પર વધુ ખુલાસો નથી કર્યો. જો કે કમલા હેરિસ ન્યૂયોર્ક માટે રવાના થયા જ્યાં તેમને એક પ્રેસ કોન્ફરન્સને સંબોધવાની હતી.
એજન્ટની ભરતી પ્રક્રિયા પર અનેક પ્રશ્નો ઊભા થયા
મળતી માહિતી અનુસાર, ઝપાઝપીમાં સામેલ એજન્ટ હથિયારધારી હતો અને બીજા એજન્ટ સાથે હિંસક નજરે પડયો અને આ એજન્ટને ઈંચાર્જથી તેને રોકવાનો પ્રયાસ કરાયો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. જે બાદ વિવાદમાં સામેલ એજન્ટને હાથકડી પહેરાવી અને મેડિકલ સુવિધા અપાઈ. જો કે બાદમાં આ સમગ્ર ઘટનાની જાણ કમલા હેરિસને કરવામાં આવી હતી.


