- ભારતીય મૂળની રિદ્ધિ પટેલનો ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- રિદ્ધિ પટેલ પેલેસસ્ટાઈન સમર્થક અને ઈઝરાયલની વિરોધી છે
- એવું તે શું નિવેદન આપ્યું રિદ્ધિ પટેલે જેથી તેની સામે કડક પગલાં લેવા પડયા
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર રિદ્ધિ પટેલ નામ ઘણું સામે આવ્યું છે. ખાસ કરીને ભારતીય અને અમેરિકી મીડિયામાં આ નામનો ખૂબ ઉલ્લેખ થતો રહે છે. તો આ રિદ્ધિ પટેલ કોણ છે. એને એવું તો શું કહી દીધું કે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ઈઝરાયલ ગાઝા મુદ્દે આખી બે ભાગમાં વહેંચાયેલી દેખાઈ રહી છે. કેટલાક દેશો ગાઝાની બાજુમાં છે તો કેટલાક ઈઝરાયેલની બાજુમાં છે. જ્યારે કેટલાક દેશો તટસ્થ રહે છે. જો અમેરિકી સરકારની વાત કરીએ તો તે ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન આપી રહી છે.
દરમિયાન, અમેરિકન શહેરોમાં સિટી કાઉન્સિલમાં પણ ચર્ચાઓ થઈ રહી છે કે ઈઝરાયેલને સમર્થન આપવું જોઈએ કે નહીં. સિટી કાઉન્સિલ એ અમેરિકન શહેરોમાં લેજિસ્લેટિવ કાઉન્સિલ છે, જ્યાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. આમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તમામ પ્રકારના મુદ્દાઓનો સમાવેશ થાય છે. ભારતના CAA કાયદાની પણ અહીં ચર્ચા કરવામાં આવી છે.
રિદ્ધિ પટેલ કેસમાં શું થયું?
બેકર્સફિલ્ડ એ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું એક શહેર છે. તેની સિટી કાઉન્સિલમાં એન્ટિફા એટલે કે ડાબેરી સંગઠનના લોકોએ માંગ કરી હતી કે આ સિટી કાઉન્સિલમાં ઇઝરાયલ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવે. આ અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભાષણો પણ આપવામાં આવી રહ્યા હતા. ત્યારે 28 વર્ષની ભારતીય અમેરિકન મહિલા રિદ્ધિ પટેલ સ્પીચ આપવા આવે છે. તે ગાઝા પેલેસ્ટાઈનની તરફેણમાં બોલે છે. પછી તેણીએ સિટી કાઉન્સિલમાં બેઠેલા મેયર અને અન્ય પ્રતિનિધિઓને ધમકી આપી કે, ‘જો તમે ઇઝરાયેલની નિંદા નહીં કરો તો હું તમને મારી નાખીશ.’
તેમને કહ્યું કે તમે લોકો પેલેસ્ટાઈન વિશે વિચારતા નથી. રિદ્ધિના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણીએ પોતાના ભાષણમાં નવરાત્રી અને દાંડિયાનો પણ ઉલ્લેખ કર્યો છે. તે ખૂબ જ ખરાબ ભાષા બોલે છે.
તેણી કહે છે, ‘હું આશા રાખું છું કે એક દિવસ કોઈ ગિલોટીન લાવશે અને તમને બધાને મારી નાખશે.’ તેણે વધુ દુષ્કર્મ પણ કર્યું. વાસ્તવમાં, ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન, જે વસ્તુથી ચુનંદા વર્ગના લોકોને જાહેરમાં મારવામાં આવ્યા હતા તેને ગિલોટિન કહેવામાં આવે છે. આ સાથે તેને શિરચ્છેદ કરીને મારી નાખવામાં આવે છે. રિદ્ધિ પટેલ વધુમાં કહે છે કે ‘અમે તમને તમારા ઘરે મળીશું. અમે તમારી હત્યા કરીશું. તેમણે નવરાત્રિને અત્યાચારીઓનો તહેવાર ગણાવ્યો હતો. ઉપરાંત, સિટી કાઉન્સિલના સભ્યોને ધમકી આપતા પહેલા, તેણે મહાત્મા ગાંધી અને ઈસુ ખ્રિસ્તનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તે તમામ સભ્યોને ધમકી આપે છે. આ ભાષણ બાદ રિદ્ધિ પટેલને કસ્ટડીમાં લેવામાં આવી હતી. કાઉન્સિલ મેયરે પોલીસને રિદ્ધિ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેણી કહે છે કે રિદ્ધિએ જે કહ્યું તે ધમકી હતી. તેના પર 16 કાઉન્ટનો આરોપ મૂકવામાં આવ્યો છે અને ધમકીઓના માધ્યમથી આતંક ફેલાવવાના ઈરાદાના આઠ ગુનાઓની શંકાના આધારે તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
વીડિયોમાં રિદ્ધિ રડતી જોવા મળી હતી
રિદ્ધિનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે રડતી જોવા મળી રહી છે. અધિકારીઓ તેને કહે છે કે તે આરોપોનો સામનો કરશે. અને 10 લાખ ડોલર (આશરે 8 કરોડ 30 લાખ રૂપિયા) પર જામીન આપવામાં આવશે. રિદ્ધિ પર આતંક અને ધમકી આપવાનો આરોપ છે. બાદમાં અમેરિકાના હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને પણ એક ટ્વિટ કર્યું હતું. જેમાં રિદ્ધિએ જે કહ્યું તેનો વિરોધ કરવામાં આવ્યો છે. ટ્વિટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમે ગુસ્સે છીએ કે આ મહિલાએ બેકર્સફિલ્ડના નેતાઓને મારી નાખવાની ધમકી આપતા ગાંધી અને ચૈત્ર નવરાત્રિનો ઉલ્લેખ કર્યો છે.’
પેલેસ્ટાઈન તરફી સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટે પણ રિદ્ધિ પટેલના ભાષણથી દૂરી લીધી છે. તેણે જાહેરમાં અધિકારીઓ સામેની કોઈપણ ધમકીઓની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું, સ્પષ્ટપણે જણાવ્યું કે રિદ્ધિ પટેલની અપમાનજનક ભાષા તેના સિદ્ધાંતોને અનુરૂપ નથી અને તે યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટની સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. વિવાદ હોવા છતાં, બેકર્સફિલ્ડ સિટી કાઉન્સિલે બુધવારની બેઠક દરમિયાન મેટલ ડિટેક્ટર સહિત અન્ય સુરક્ષા પગલાંને સર્વસંમતિથી મંજૂરી આપી હતી.


