- અમેરિકા બે B-52 પરમાણુ બોમ્બર તૈનાત કરશે
- બોમ્બર કોઈપણ વિસ્તારને કબ્રસ્તાનમાં બદલી શકે
- યુદ્ધ અને હુમલાઓને રોકવામાં મદદરૂપ
અમેરિકા મધ્ય પૂર્વમાં તેના બે B-52 પરમાણુ બોમ્બર તૈનાત કરી રહ્યું છે. આ બોમ્બર કોઈપણ સમયે કોઈપણ વિસ્તારને કબ્રસ્તાનમાં બદલી શકે છે. આનાથી અમેરિકાને ઘણી રીતે ફાયદો થશે. આના દ્વારા રશિયા, હુથી, યમન, ઈરાક, ઈઝરાયેલ દરેક જગ્યાએ યુદ્ધ અને હુમલાઓને રોકી શકાય છે.
બોમ્બર યુદ્ધની સ્થિતિમાં પણ ફાયદાકારક
અમેરિકાની આર્મી દ્વારા તેના બે B-52 પરમાણુ બોમ્બર્સને મધ્ય પૂર્વમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે. મિડલ ઈસ્ટ એક એવી જગ્યા છે કે જ્યાંથી અમેરિકા રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-હમાસ-હિઝબુલ્લાહ, હુથી બળવાખોરો અને યમન સહિત ઈરાક જેવા સ્થળોની વ્યૂહાત્મક પરિસ્થિતિ પર નજર પણ રાખી શકે છે જેથી ત્યાં અમેરિકાની આર્મી દ્વારા B-52 પરમાણુ બોમ્બર તૈનાત કરવામાં આવી શકે છે. સાથે જ આ બોમ્બર યુદ્ધની સ્થિતિમાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ગયા વર્ષે ઇઝરાયેલમાં તૈનાત કરવામાં આવ્યું હતું
મહત્વનું કહી શકાય કે, આ પહેલા પણ અમેરિકા આ બોમ્બરને મિડલ ઈસ્ટમાં તૈનાત કરી ચૂક્યું છે. પરંતુ આ વખતે તે ક્યાં તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે તે ગયા વર્ષે ઇઝરાયેલમાં તૈનાત કરવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે આ બોમ્બરને બાલ્ટિક સમુદ્રમાં ઉડાવીને તે રશિયાને યુક્રેન પર હુમલો કરતા રોકી શકે છે.
થોડીવારમાં કબ્રસ્તાનમાં ફેરવી શકે
ઉલ્લેખનીય છે કે, અમેરિકા તેના મિત્રો અને સહયોગી દેશોની મદદ કરવા હંમેશા તૈયાર રહેતું હોય છે અને તેમની સુરક્ષા માટે મદદ પણ કરે છે. એટલા માટે જ અમેરિકા આ શક્તિશાળી બોમ્બરને મધ્ય પૂર્વમાં તૈનાત કરી રહ્યું છે. આ કોઈ સામાન્ય બોમ્બર નથી. આ તો કોઈપણ વિસ્તારને થોડીવારમાં કબ્રસ્તાનમાં ફેરવી શકે છે.


