- ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ ગાઝાને સમર્થનને આપ્યું
- ઉસ્માન ખ્વાજાએ ICC પર બેવડા માપદંડનો આરોપ લગાવ્યો
- સોશિયલ મીડિયા પર ICCની ટીકી કરતો એક વીડિયો પોસ્ટ કર્યો
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ સૌથી પહેલા પોતાના જૂતા પર એક મેસેજ લખ્યો હતો જેણે હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ તેણે ICCને તેના બેટ અને જૂતા પર ગાઝાને સમર્થન આપવા માટે પ્રતીકનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. આ પછી ICCએ તેની માંગને ફગાવી દીધી હતી. હવે ખ્વાજાએ આ અંગે પ્રતિક્રિયા આપી અને ICC પર બેવડા માપદંડનો આરોપ લગાવ્યો હતો.
ખ્વાજાએ ICC પર કર્યા આકરા પ્રહાર
ઉસ્માન ખ્વાજાએ સોશિયલ મીડિયા પર ICCની ટીકી કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં કેશવ મહારાજના બેટ પર ઓમનું નિશાન છે. એ જ રીતે, નિકોલસ પૂરન અને અન્ય કોઈપણ બેટ્સમેનના બેટ પર અલગ-અલગ નિશાનો દર્શાવવામાં આવ્યા હતા. આ દ્વારા તેણે ICC પર સ્પષ્ટ પ્રહારો કર્યા અને ડબલ સ્ટાન્ડર્ડ હેશટેગનો ઉપયોગ કરીને તેને Instagram પર પોસ્ટ કર્યો હતો. તેણે સ્પષ્ટ કહ્યું કે જ્યારે અન્ય ખેલાડીઓ પણ આવું કરી શકે છે તો તેની માંગ કેમ નકારી કાઢવામાં આવી.
ખ્વાજાએ કહ્યું કે તેણે આવું કેમ કર્યું?
અગાઉ, ઉસ્માન ખ્વાજા પર પણ “બધાનું જીવન સમાન છે” લખેલા જૂતા પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારપછી ICCએ તેના પર પર્થ ટેસ્ટમાં કાળો આર્મબેન્ડ પહેરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે બાદમાં તેણે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે તેમની પાસે કોઈ એજન્ડા નથી. હું ધર્મને પણ તેનાથી દૂર રાખું છું. હું આ કરું છું કારણ કે આ ઘટનાઓ મારા હૃદયને સ્પર્શે છે. જ્યારે પણ હું ઇન્સ્ટાગ્રામ પર જોઉં છું, નાના બાળકો મરી રહ્યા છે. આ બધું મારા હૃદયને સ્પર્શે છે.
પેટ કમિન્સે ખ્વાજાને ટેકો આપ્યો
ઉસ્માન ખ્વાજાની આ માંગ અંગે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું હતું કે હું તેના વિશે વધુ જાણતો નથી, પરંતુ તે ખૂબ જ અદ્ભુત છે. અમે ઉસ્માન ખ્વાજાને સમર્થન આપી રહ્યા છીએ. મને લાગે છે કે તે જે અનુભવે છે તેના માટે તે સ્ટેન્ડ લઈ રહ્યો છે. મને લાગે છે કે તે ખૂબ જ આદરપૂર્વક કરી રહ્યો છે. બધાનું જીવન સમાન છે મને નથી લાગતું કે આમાં કંઈ ખોટું છે. ઉસ્માન ખ્વાજા તેની જગ્યાએ એકદમ યોગ્ય છે પરંતુ ICCએ કેટલાક નિયમો હેઠળ તેને સ્વીકાર્યું નથી.


