- માલિની અવસ્થીએ શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય ગાયન રજૂ કર્યું
- પ્રથમ બેઠકમાં સુરેશ તલવલકરજી અને ઋષિકેશ ઉડલકરનું પખાવજવાદન પ્રસ્તુત થયું
- બીજી બેઠકમાં ઉસ્તાદ સુજાતખાનનું સિતારવાદન અને ગાયન પ્રસ્તુત થયું
પ્રથમ બેઠક
રાત્રીની પ્રથમ બેઠકમાં વાદ્ય વિશ્વની જીવંત દંતકથા સમા- સુરેશ તલવલકરજી અને પ્રતિપાદક દાસોપંત સ્વામી આલંદિકરના શિષ્ય ઋષિકેશ ઉડલકરનું પખાવજ વાદન પ્રસ્તુત થયું હતું. તેઓ પ્રતિવર્ષ પંડિત નંદનમહેતા તાલ વાદ્ય સ્પર્ધાના 10મી સ્પર્ધા 2023ના પ્રથમ વિજેતા છે. યશવંત થીટ્ટે પુણેના યુવા અને પ્રતિભાશાળી હાર્મોનિયમવાદક છે. પ્રથમ બેઠકમાં સ્વતંત્ર પખાવજ વાદનમાં ઋષિકેશ તાલ ચૌતાલની પ્રસ્તુતિ કરી હતી. જેમાં તેમણે પ્રસ્તાર-ચલન-રેલા- સ્તુતી પરન અને કેટલીક ગુરુ પરંપરાગત બંદિશોનું વાદન કર્યું હતું.
બીજી બેઠક
રાત્રીની બીજી બેઠકમાં ઉસ્તાદ સુજાતખાનનું સિતારવાદન અને ગાયન પ્રસ્તુત થયું હતું. જેમાં તબલા સંગત અમિત ચૌલે અને સપન અંજારિયાએ કરી હતી. સુજાતખાન તેમની સંગીત પરિવારની સાતમી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ મહાન ઇમદાદખાની ઘરાનાના સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાનના શિષ્ય-પુત્ર છે. તેમણે 3 વર્ષની ઉંમરથી સિતાર શીખવાનું-વગાડવાનું શરૂ કર્યું છે. છ વર્ષની ઉંમરે તો તેઓ ઉત્કૃષ્ટ બાળ કલાકાર તરીકેની ખ્યાતિ મેળવવા માંડયા હતા અને તેમની રજૂઆતોની શરૂઆત થઈ ગઈ હતી. તેઓના 100 કરતાં વધુ રેકોર્ડ આલબમ્સ છે. ઇરાની સંગીતકાર કાયહાન કાલહોર સાથેના બેન્ડના કામ માટે શ્રોષ્ઠ વિશ્વ સંગીત આલબમ ગ્રેમી એવોર્ડસ માટે નોમિનેટ થયું હતું. કોલકાતા પિૃમ બંગાળમાં તેમનો જન્મ છે. આઠ વર્ષની ઉંમરે જહાંગીર આર્ટ ગેલેરી મુંબઈમાં તેમનો કાર્યક્રમ થયો હતો. તબલાકાર અમિત ચૌલે જબલપુર તબલા ઉસ્તાદ કરોડીમલ ભટ્ટ પાસે તાલીમ પામ્યા છે. હાલ તેઓ યોગેશ સમસ્ત પાસે તાલીમ લઈ રહ્યા છે અને મુંબઈ છે. સપન અંજારિયા અમદાવાદ સપ્તકના હોનહાર આશાસ્પદ કલાકાર નંદન મહેતા પાસે પુરણમહારાજ, રાજલ શાહ અને હેમ મહેતા જોશી પાસે તાલીમ પામ્યા છે. તેઓ બનારસ ઘરાનાનું વાદન પ્રસ્તુત કરે છે, સુજાતખાને રાત્રીની બીજી બેઠકમાં રાગ માલકૌસની પ્રસ્તુતિ કરી હતી તે પૂર્વ જેમની 50મી પુણ્યતિથિ ઉજવાઈ રહી છે તેવા અમીરખાની સ્મૃતિને ઉજાગર કરી તેમના પુત્ર અભિનેતા શાહબાજખાન-સુજાતખાન, મંજુ મહેતા અને મહેન્દ્ર ટાંકેએ તેમના પ્રસંગોને ઉજાગર કર્યા હતા.
ત્રીજી બેઠક
રાત્રીની અંતિમ બેઠકમાં બનારસ ઘરાનાના સુજ્ઞશ્રી માલિની અવસ્થી શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય ગાયનની પ્રસ્તુતિ કરતા હોય છે. તેમણે રાત્રીની બેઠકમાં સેમી કલાસિક્લ -ગાયનની પ્રસ્તુતિ કરી હતી. તેઓ ભોજપુરી, અવધ અને હિન્દીમાં રજૂઆત કરે છે. તેઓને પદ્મશ્રીનું સન્માન મળ્યું છે. તબલા સંગતમાં અનોખેલાલ મિશ્રાના પૌત્ર અને ગાયક છન્નુલાલ મિશ્રાના પુત્ર છે. હાર્મોનિયમમાં ધરમનાથ મિશ્રાએ સંગતિ કરી હતી. માલિની અવસ્થીએ સમાપન બેઠકમાં રાગ મિશ્રાતીલંગમાં ઠુમરી રજૂ કરી હતી. જેના શબ્દ ‘અખિયાં રસીલી તોરી શ્યામ.’ અન્ય એક રચના દાદરા ‘બહુત દિન બીતે પીયા કો દેખે ‘ રજૂ કર્યું હતું. અન્ય તેમની નિપૂર્ણ તાની કેટલીક બંદિશો રજૂ કરી અને સમાપનમાં રાગ ભૈરવી ઠુમરી અંગમાં બહુ પ્રચલિત ‘નૈહર છુટો રી જાય’ બાબુલ મોરા દીકરી વિદાય રજૂ કરી હતી.
આજની પ્રસ્તુતિ
પ્રથમ બેઠક
માનિકા શાહ- ગાયન
બિમલ ભટ્ટાચાર્ય- તબલા
આકાશ જોશી- હાર્મોનિયમ
બીજી બેઠક
કાર્તિક શેષાદ્રિ-સિતાર
શુભ મહારાજ- તબલા
ત્રીજી બેઠક
અજોય ચક્રવર્તી- ગાયન
યોગેશ સમસ્ત- તબલા
જ્યોતિર્મય બેનરજી- હાર્મોનિયમ


