ઉત્તર પ્રદેશના સંભલ જીલ્લામાં કાવડ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે એક દુર્ઘટના બનવા પામી હતી. અસમોલી પોલીસ સ્ટેશન વિસ્તારના મનોટા પુલ પાસે ખુબ ઝડપથી આવી રહેલી ટ્રેક્ટર ટ્રેલીએ ચાર કાવડ યાત્રાળુઓને ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે એક કાવડિયાનું ઘટના સ્થળ પર મોત થયું હતું. અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને RRFની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. ચાર ઘાયલોને તરત જ સંભલ જીલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યા. જ્યાં એક કાવડ યાત્રાળુઓને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાકીના ત્રણનો હોસ્પિટલમાં ઈલાજ ચાલુ છે.
ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને RRFની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ચાર ઘાયલોને તરત જ સંભલ જીલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જેમાં ડોક્ટરે એક કાવડ યાત્રાળુઓને મૃત જાહેર કર્યો હતો. બાકી ત્રણનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. હોસ્પિટલમાં ભારે ભીડ જમા થઈ ગઈ છે.
ઘટના બાદ પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે અને લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે ટ્રેક્ટર ટ્રોલીને જપ્ત કરીને તેના વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. કાવડ યાત્રાની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.