- યુપીમાં મુસ્લિમ પરિવારે એકતાનુ પુરુ પાડ્યુ ઉદાહરણ
- લગ્નની અનોખી બનાવી કંકોત્રી
- કંકોત્રીમાં જોવા મળ્યા ભગવાન ગણેશ
પ્રથમ પૂજ્ય દેવતા એટલે ભગવાન ગણેશજી. કોઇ પણ શુભ પ્રસંગમાં સૌ પહેલા ગણેશજીને યાદ કરવામાં આવે છે. લગ્ન હોય કે પછી ઘરમાં કોઇ પણ માંગલિક પ્રસંગ. ત્યારે એક એવી આમંત્રણ પત્રિકા વાયરલ થઇ છે જેમાં ભગવાન ગણેશજી જોવા મળી રહ્યા છે. આમા નવાઇ એટલે લાગે કારણ કે આ લગ્નની આમંત્રણ પત્રિકા મુસ્લિમ પરિવારની છે.
લગ્નની આમંત્રણ પત્રિકા વાયરલ
બહરાઈચના સફીપુર ગામમાં રહેતા એક મુસ્લિમ સમુદાયે તેમના પુત્રના લગ્ન માટે હિંદુ રીતિ-રિવાજ મુજબ કાર્ડ છપાયેલું જોવા મળ્યુ છે. જેમાં ભગવાન ગણેશને પ્રથમ આમંત્રણ આપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલું આમંત્રણ કાર્ડ ચર્ચાનો વિષય બન્યું છે. લગ્નના કાર્ડમાં વરરાજા અને સંબંધીઓના નામ મુસ્લિમ છે. પરંતુ લગ્નનું કાર્ડ સંપૂર્ણ હિંદુ રીતિ-રિવાજ મુજબ છાપવામાં આવ્યું છે. જેના પર લગ્નની તારીખ 29 ફેબ્રુઆરી છે અને સરનામું બહરાઈચના કૈસરગંજ ગામનું છે.
મુસ્લિમ પરિવારની અનોખી કંકોત્રી
આ અંગે વરરાજાના પિતા સફીપુર ગામના રહેવાસી અઝુલ કમરે જણાવ્યું કે મારો પુત્ર સમીર અહેમદ 29 ફેબ્રુઆરીએ જરવાલ રોડના રહેવાસી જુમેરાતીની પુત્રી સાનિયા ખાતુન સાથે લગ્ન થવાના છે અને તેણે તેના હિન્દુ ભાઈઓને આમંત્રણ આપવા માટે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્નના કાર્ડ પ્રિન્ટ કરાવ્યા છે. અમારે ગામ સફીપુર અને અન્ય ઘણી જગ્યાએ હિન્દુ ભાઈઓને આમંત્રણ આપવાનું હતું, તેથી અમે વિચાર્યું કે શા માટે તેમના માટે હિંદુ રીતિ-રિવાજ મુજબ કાર્ડ છાપવામાં ન આવે. તેમણે કહ્યું કે હિન્દુઓ માટે પ્રીતિભોજનનો કાર્યક્રમ એક દિવસ અગાઉથી આયોજિત કરવામાં આવ્યો છે.
એકતાની આપી મિસાલ
મુસ્લિમ લગ્નના હિંદુ પરંપરા મુજબ છપાયેલા આ કાર્ડે સમાજમાં હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ ઉભું કર્યું છે, જે ભાઈચારાના બંધનને મજબૂત કરવામાં અસરકારક સાબિત થઈ રહ્યું છે. વાયરલ થઈ રહેલું આ લગ્નનું કાર્ડ હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ દરેક ઘર સુધી લઈ જઈ રહ્યું છે.


