કરજણ જુના રેલવે ઓવરબ્રિજ ઉપરથી પસાર થતી એકટીવાને પાછળથી પુરઝડપે આવી રહેલા મોટર સાઈકલ સવારે અથાડી અકસ્માત કરતાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બાઈક સવાર રોડ ઉપર પટકાતા માથામાં જીવલેણ ઇજાઓને પગલે સારવાર દરમિયાન કરૂણ મોત નિપજયાનું સૂત્રો જણાવે છે.
મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના મિયાગામ ખાતે રહેતાં સુરેન્દ્રસિંહ બળવંતસિંહ ગોહિલ પોર થી કામ કરતા પતાવી મોટર સાઈકલ લઈને મિયાગામ પરત આવી રહ્યા હતાં. ત્યારે કરજણ જુના રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થતી વેળાએ પુરઝડપે બેદરકારીથી મોટર સાઈકલ હંકારી રહેલા હોય આગળ ચાલતી એકટીવાને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેથી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બાઈક સાથે રોડ પર પટકાયા હતાં. જેથી માથામાં અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખાનગી દવાખાને દાખલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરાયા હતાં. જ્યાં સારવાર તેમનું દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું.


